પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સોમવાર તા. 24ના રોજ ઈન્ડિયા હાઉસ, લંડન ખાતે પ્રતિષ્ઠિત હાઈ ટી રિસેપ્શનમાં ભારત-યુકે સંબંધોમાં એક મહત્વપૂર્ણ ક્ષણની  ઉજવણી કરી હતી. યુકેમાં ભારતના હાઈ કમિશનર મહામહિમ વિક્રમ કે. દોરાઈસ્વામી દ્વારા આયોજિત આ કાર્યક્રમે બંગાળ અને યુકે વચ્ચે સંવાદ અને સહયોગ માટે એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું.

બેનર્જીએ યુકે સરકારના અધિકારીઓ, બિઝનેસ લીડર્સ અને યુકેના ઔદ્યોગિક, સાંસ્કૃતિક અને સામાજિક ક્ષેત્રના પ્રતિષ્ઠિત વ્યક્તિઓના પ્રભાવશાળી પ્રતિનિધિમંડળ સાથે વાતચીત કરી હતી. તેમની સાથે પશ્ચિમ બંગાળના ચિફ સેક્રેટરી ડૉ. મનોજ પંત અને ઇન્ડસ્ટ્રી સેક્રેટરી વંદના યાદવ, ડેપ્યુટી હાઈ કમિશનર સુજીત ઘોષ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તેમણે બંગાળના ભવિષ્યને લાભદાયક આંતરરાષ્ટ્રીય ભાગીદારીને પ્રોત્સાહન આપવાની તેમની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરી.

મુલાકાત દરમિયાન, બેનર્જી એક બિઝનેસ સમિટને સંબોધિત કરશે અને ઓક્સફર્ડ યુનિવર્સિટી, લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ અને ક્વીન મેરી યુનિવર્સિટીમાં ભાષણો આપનાર છે.

મમતા બેનર્જીએ તેમના સંબોધનમાં વૈશ્વિક અર્થતંત્રમાં બંગાળની ભૂમિકા માટે એક મજબૂત દ્રષ્ટિકોણ વ્યક્ત કર્યો હતો. જેમાં રોકાણની તકો, શૈક્ષણિક સહયોગ અને સાંસ્કૃતિક સંબંધોનો સમાવેશ થાય છે. તેમણે ભારતની સમૃદ્ધ વિવિધતા અને ઉદ્યોગો, નાના પાયાના ઉદ્યોગો અને કુશળ શ્રમ માટે મુખ્ય સ્થળ તરીકે બંગાળના ઉદભવ પર ભાર મૂક્યો હતો.

બંગાળની શૈક્ષણિક ક્ષમતા પર પ્રકાશ પાડતા, તેમણે ઓક્સફોર્ડ યુનિવર્સિટી, લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ અને એડિનબરા યુનિવર્સિટી જેવી સંસ્થાઓ સાથેના તેના મજબૂત સંબંધોનો ઉલ્લેખ કર્યો હતો.

યુકેના બિઝનેસીસને બંગાળમાં રોકાણ કરવા પ્રોત્સાહિત કરતા, મુખ્યમંત્રીએ તેના અનુકૂળ ઔદ્યોગિક વાતાવરણ પર પ્રકાશ પાડ્યો હતો અને હાઇડ પાર્કથી પ્રેરિત 480 એકરના ઇકો-ટુરિઝમ પાર્કના વિકાસનો ઉલ્લેખ કરીને, આઇટી, આર્ટીફીશીયલ ઇન્ટેલીજન્સની પહેલ વિશે માહિતી આપી હતી.

LEAVE A REPLY