અગાઉના 50થી વધુ મનોવૈજ્ઞાનિક અને સમાજશાસ્ત્રીય પેપર્સના તારણોને જોડ્યા બાદ જાણવા મળ્યું છે કે પુરુષો સ્ત્રીઓ કરતાં નોંધપાત્ર રીતે વધુ રોમેન્ટિક હોય છે. જ્યારે સ્ત્રીઓ એકંદરે હૃદયની બાબતોમાં પ્રમાણમાં અસંવેદનશીલ હોઈ શકે છે.
ડેટા દર્શાવે છે કે પુરુષો સરેરાશ, ઝડપથી અને વધુ વખત પ્રેમમાં પડવાનું વલણ ધરાવે છે, જીવનસાથી માટે વધુ ઝંખના કરે છે અને તેમના પ્રેમનો એકરાર પહેલા કરે છે. વેલેન્ટાઇન ડે પર પણ પુરુષો જ મોટાભાગના કાર્ડ ખરીદે છે, મોટાભાગનું ડિનર બુક કરે છે અને ગુલાબ પર સૌથી વધુ ખર્ચ કરે છે.
જ્યારે બ્રેક-અપની વાત આવે છે, ત્યારે તેઓ શરૂઆત કરવાની શક્યતા ઓછી ધરાવે છે. લગભગ 65 ટકા “સંબંધો તૂટવા” પાછળ સ્ત્રીઓ દ્વારા કરાયેલી ઉશ્કેરણી જવાબદાર હોય છે. છૂટાછેડા પછી પણ પુરુષો વધુ પીડાતા જોવા મળે છે. તેઓ ઘણીવાર બ્રેક-અપ બાદ રાહત અથવા આનંદ જેવી ઓછી હકારાત્મક લાગણીઓ અનુભવે છે, એકલતા અનુભવે છે, અને આત્મહત્યાનું જોખમ ડબલ હોય છે.
બિહેવિયરલ એન્ડ બ્રેઇન સાયન્સ જર્નલમાં પ્રકાશિત અહેવાલ મુજબ ‘’સ્ત્રીઓ અચાનક કોઈના પ્રેમમાં પડવાની શક્યતા ઓછી હોય છે. સમાગમ સ્ત્રીઓ માટે ભારે પરિણામો ધરાવે છે તેથી તેઓ જીવનસાથી પસંદ કરવામાં વધુ સમય લે છે.
જીવનસાથીના મૃત્યુ પછી પણ પુરુષોમાં વહેલા મૃત્યુનું જોખમ 27 ટકા અને સ્ત્રીઓ માટે 15 ટકા વધે છે. ૪૮ ટકા પુરુષો અને માત્ર ૨૮ ટકા સ્ત્રીઓએ પહેલી નજરે પ્રેમમાં પડ્યા હોવાનું જણાવ્યું હતું. તો પુરુષો સ્ત્રીઓ કરતાં લગભગ ૪૨ દિવસ વહેલા પ્રેમનો એકરાર કરે છે.
