બોલિવૂડ એક્ટ્રેસ-મોડલ-મૉડલ મલાઈકા અરોરાના પિતા અનિલ અરોરાએ બુધવારે, 11 સપ્ટેમ્બરની સવારે મુંબઈના બાંદ્રામાં એક ઈમારત પરથી કૂદીને કથિત આપઘાત કર્યો હતો. અનિલ અરોરાએ કથિત રીતે છઠ્ઠા માળેથી છલાંગ લગાવી હતી અને પોલીસે તેમને હોસ્પિટલમાં ખસેડ્યો હતાં જ્યાં પહોંચતા પહેલા તેમને મૃત જાહેર કરાયા હતા, એમ પોલીસે જણાવ્યું હતું. આ ઘટનાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. અધિકારીઓ હાલમાં તપાસ કરી રહ્યા છે.
મલાઈકાના નજીકના સૂત્રોએ દાવો કર્યો હતો કે અનિલ અરોરાએ આપઘાત કર્યો નથી અને તે એક અકસ્માત છે. આ અંગે પોલીસ પંચનામાથી સ્પષ્ટતા થશે. પોલીસ અને ફોરેન્સિક ટીમે આ અંગે તપાસ ચાલુ કરી હતી. પોલીસને પ્રાથમિક તપાસમાં કોઈ સુસાઈડ નોટ મળી નથી. મલાઈકાનો ભૂતપૂર્વ પતિ અરબાઝ ખાન ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. મલાઈકાને તેના પિતાના અણધાર્યા નિધનના સમાચાર મળ્યા ત્યારે તે પુણેમાં હતી અને પછી મુંબઈ આવી હતી.
મલાઈકા અરોરાના પિતા અનિલ મર્ચન્ટ નેવીમાં ઓફિસર હતા. તેમનો જન્મ પંજાબના ફજિલ્કામાં થયો હતો. તેમણે મલયાલમ ક્રિશ્ચિયન ધર્મ સાથે જોડાયેલી જોયસ પોલીકાર્પ સાથે લગ્ન કર્યા હતા. જેનાથી તેમને બે દીકરીઓ થઈ હતી, અમૃતા અરોરા અને મલાઈકા અરોરા