અર્જૂન કપૂર સાથે બ્રેકઅપ પછી બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા રવિવારે ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની IPL 2025 મેચ દરમિયાન ગુવાહાટીના બારસપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સનાં ભૂતપૂર્વ મુખ્ય કોચ કુમાર સંગાકારા સાથે જોવા મળી હતી.
સોશિયલ મીડિયા પર ફરતા એક વીડિયોમાં મલાઈકા રાજસ્થાન રોયલ્સનાં જર્સી પહેરેલી જોવા મળી રહી છે. તેનાથી બંને વચ્ચે ડેટિંગની અટકળો ચાલુ થઈ હતી.મલાઈકા અરોરાએ આ દરમિયાન રાજસ્થાન રોયલ્સની ટી-શર્ટ પણ પહેરેલી હતી. તે કુમાર સંગકારા સાથે રાજસ્થાનને સપોર્ટ કરી રહી હતી. ટીવી સ્ક્રીન પર લોકોએ તેને કુમાર સાથે જોઈ તો આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. કુમાર સાંગાકાર જે રાજસ્થાન રોયલ્સનો કોચ રહી ચૂક્યો છે. હવે તે ક્રિકેટનો ડાયરેક્ટર છે. આઈપીએલ 2025 પહેલા તેને હેડ કોચ રાહુલ દ્રવિડને રિપ્લેસ કર્યો છે.શ્રીલંકાનો આ ક્રિકેટર પંજાબ કિંગ્સ, ડેક્કન ચાર્જર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમમાંથી રમી ચૂક્યોછે.
