(ANI Photo)

મહાકંભ દરમિયાન ગંગાના પાણીમાં ફેકલ બેક્ટેરિયામાં વધારો થયો હોવાથી પાણી સ્નાન માટે યોગ્ય નથી તેવા રીપોર્ટને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ફગાવી દેતા જણાવ્યું હતું કે ત્રિવેણી સંગમનું પાણી સ્નાન માટે જ નહીં, પરંતુ પીવા માટે પણ યોગ્ય છે.

અગાઉ કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB)એ સોમવારે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલને એક રીપોર્ટમાં માહિતી આપી હતી કે પ્રયાગરાજમાં મહાકુંભ દરમિયાન કરોડો શ્રદ્ધાળુઓ પવિત્ર ડૂબકી મારી રહ્યાં છે ત્યારે કેટલાંક સ્થળોએ પાણીની ગુણવત્તા કથળી છે અને પાણી સ્નાનને યોગ્ય રહ્યું નથી. નદીના પાણીમાં ફેકલ બેક્ટરી (મળ-મૂત્રના જીવાણુ)નું પ્રમાણ વધી ગયું છે,

નદીના પાણીમાં ફેકલ બેક્ટરી (મળ-મૂત્રના જીવાણુ)નું પ્રમાણ વધી ગયું છે, એવી બોર્ડના જણાવ્યા મુજબ ફેકલ કોલિફોર્મ (ગટરના દૂષણ) 100 મિલી દીઠ 2,500 યુનિટની મર્યાદાથી વધુ ન હોવું જોઈએ. ફેકલ કોલિફોર્મ બેક્ટેરિયા મનુષ્યો અને પ્રાણીઓના આંતરડામાં જોવા મળતા સુક્ષ્મસજીવોનું જૂથ છે. તમામ કોલિફોર્મ બેક્ટેરિયા હાનિકારક હોતા નથી. તેનાથી વાયરસ, સાલ્મોનેલા અને ઇ. કોલી જેવા ખતરનાક પેથોજેન્સની સંભવિત હાજરી અંગે ચિંતા ઊભી થાય છે.

NGT વડા ન્યાયાધીશ પ્રકાશ શ્રીવાસ્તવની વડપણ હેઠળની ટ્રિબ્યુનલની પેનલે પ્રયાગરાજમાં ગંગા અને યમુના નદીઓમાં ગંદા પાણીના નિકાલને રોકવા માટેના પગલાંની સમીક્ષા કરી હતી. ટ્રિબ્યુનલે 3 ફેબ્રુઆરીના રોજના CPCBના અહેવાલની નોંધ લીધી હતી, જેમાં અમુક નિયમોના ઉલ્લંઘનોની પણ નોંધ લીધી હતી.

રીપોર્ટમાં જણાવાયું હતું કે વિવિધ પ્રસંગોએ મોનિટર કરેલા તમામ સ્થળોએ ફેકલ કોલિફોર્મના સંદર્ભમાં નદીના પાણીની ગુણવત્તા પ્રાથમિક ધોરણો મુજબની નથી. મહાકુંભ મેળા દરમિયાન મોટી સંખ્યામાં લોકો નદીમાં સ્નાન કરે છે, તેથી ફેકલ બેક્ટેરિયામાં વધારો થાય છે.

જોકે જ્યોતિષ પીઠ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ જણાવ્યું હતું કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે કુંભ શરૂ થયા પહેલા જ આ બાબતને હાઇલાઇટ કરી હતી. આમ છતાં સ્નાન માટે સ્વચ્છ પાણીની પ્રાથમિક સુવિધા આપવામાં આવી નથી.

બીજી તરફ એક અલગ વીડિયોમાં દિલ્હીની ઈન્દ્રપ્રસ્થ એપોલો હોસ્પિટલના ઈન્ટર્નલ મેડિસિનનાં સિનિયર કન્સલ્ટન્ટે જણાવ્યું હતું કે કુંભમાંથી પરત આવેલા લોકો મેડિકલ સમસ્યાની ફરિયાદ લઈને આવી રહ્યાં છે.

LEAVE A REPLY