પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લામાં શુક્રવાર, 5 નવેમ્બરની રાત્રે 4.2ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. ધરતીકંપને કારણે લોકો ઘરોમાંથી બહાર નીકળી આવ્યા હતા. જોકે ભૂકંપથી પ્રદેશમાં કોઈ જાનહાનિ કે સંપત્તિનું નુકસાન થયું ન હતું, ગાંધીનગરના સ્ટેટ કંટ્રોલ રૂમના અધિકારીઓએ જણાવ્યું હતું.

આ ભૂકંપના આંચકા સમગ્ર ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક ભાગ અને માઉન્ટ આબુ સુધી અનુભવાયા હતાં.  ગાંધીનગર અને અમદાવાદના વિસ્તારોમાં પણ લોકોએ કંપારી અનુભવી હોવાનો દાવો કર્યો હતો.

ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઑફ સિસ્મોલોજીકલ રિસર્ચ (ISR)એ જણાવ્યું હતું કે ભૂકંપ રાત્રે 10:15 વાગ્યે નોંધાયો હતો અને તેનું કેન્દ્રબિંદું પાટણથી 13 કિમી દક્ષિણ-પશ્ચિમમાં સેવાળા ગામમાં હતું.

બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને મહેસાણાય જિલ્લાઓમાંથી આવેલા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે બે થી ત્રણ સેકન્ડ માટે આંચકા અનુભવાયા હતાં.

ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (GSDMA)ના ડેટા મુજબ કચ્છ જિલ્લામાં 26 જાન્યુઆરી, 2001ના વિનાશક ભૂકંપ સહિત ગુજરાતે છેલ્લા 200 વર્ષમાં નવ મોટા ભૂકંપનો સામનો કરવો પડ્યો છે.

 

LEAVE A REPLY