(ANI Photo)
બોલીવૂડ માં ખૂબસૂરત ચહેરો ધરાવતી માધુરી દીક્ષિતે મોટા ભાગની ફિલ્મોમાં ગ્લેમરસ ભૂમિકા ભજવી છે. તે તેના ચાહકોમાં ધક-ધક ગર્લ તરીકે પણ ઓળખાય છે. તેણે હવે અલગ પ્રકારની ભૂમિકા ભજવવાનો નિર્ણય કર્યો છે. માધુરી એ તાજેતરમાં થ્રિલર ફિલ્મ સ્વીકારી છે, જેમાં તે સિરિયલ કિલરની ભૂમિકામાં દેખાશે તેવું કહેવાય છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે નાગેશ કુકનુરના દિગ્દર્શન માં એક ફિલ્મનું આયોજન થઈ રહ્યું છે. ‘મિસીસ દેશપાંડે’ નામની આ ફિલ્મની સ્ટોરી સિરિયલ કિલર આસપાસ ફરે છે. સીરિયલ કિલરની મોડસ ઓપરેન્ડી સમજવા અને તેને પકડવા માટે પોલીસ એક સીરિયલ કિલરની મદદ લે છે. ફ્રેન્ચ સીરીઝની અધિકૃત રીમેક તરીકે આ ફિલ્મ બની રહી છે.
ચોમાસા પછી તેનું શૂટિંગ શરૂ કરવાનું આયોજન છે. માધુરી દીક્ષિત મુખ્ય ભૂમિકા ભજવશે તે નક્કી છે, જ્યારે અન્ય કલાકારોની પસંદગી કરવામાં આવી છે. માધુરીએ પ્રથમવાર નેગેટિવ ભૂમિકા સ્વીકારી છે. માધુરીની નવી ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 3’ છે. તેમાં કાર્તિક આર્યન-તૃપ્તિ ડીમરી અને વિદ્યા બાલન સાથે માધુરીનું નવું સ્વરૂપ જોવા મળશે. માધુરી અને વિદ્યાએ આ ફિલ્મમાં એક ગીતમાં  સાથે ડાન્સ કર્યો હોવાનું કહેવાય છે. દિવાળી પર આ ફિલ્મ રિલિઝ થશે.

LEAVE A REPLY