ટેલિકોમ કંપની લાયકા મોબાઇલ યુકેના એકાઉન્ટ્સ પર સહી કરવા માટે ઓડિટર્સે અસમર્થ હોવાની જાહેરાત કરતા કન્ઝર્વેટિવ પાર્ટીના ભૂતપૂર્વ દાતા પર દબાણ ઉભુ થયું છે. આ પહેલાથી લાયકા મોબાઇલ યુકે HM રેવન્યુ એન્ડ કસ્ટમ્સ સાથે પણ વિવાદમાં ફસાયેલ છે.

ફાઇનાન્સીયલ ટાઇમ્સના અહેવાલ મુજબ કંપનીના ઓડીટર PKF લિટલજોને જણાવ્યું હતું કે તે 31 ડિસેમ્બર 2022 ના રોજ પૂરા થયેલા વર્ષ માટે કંપનીના નાણાકીય નિવેદનો માટે “ઓડિટ અભિપ્રાય માટે આધાર પૂરો પાડવા માટે પૂરતા યોગ્ય ઓડિટ પુરાવા મેળવવામાં સક્ષમ નથી.”

ગયા વર્ષે લાયાકા મોબાઇલની ફ્રેન્ચ સંસ્થાઓને મની લોન્ડરિંગ અને VAT છેતરપિંડી માટે દોષિત ઠેરવવામાં આવી હોવાનો ઘટસ્ફોટ થયા બાદ વડા પ્રધાન ઋષિ સુનકને કંપનીનું દાન પરત કરવા માટે પગલા લેવા પડ્યા હતા. ચૂંટણી પંચના ડેટા મુજબ  લાયકાએ કન્ઝર્વેટિવ પાર્ટીને 2011 અને 2016 વચ્ચે £2.15 મિલિયનની ભેટ આપી હતી.

PFK લિટલજોને જણાવ્યું હતું કે તે “સંબંધિત પક્ષકારો પાસેથી બાકી £105,979,000 ની રીકવરેબીલીટી ઓફ બેલેન્સ અને ડિરેક્ટર્સ અને ડિરેક્ટરો સાથે સંકળાયેલ પક્ષકારો પાસેથી બાકીના £41,704,000ના બેલેન્સ પર પૂરતા યોગ્ય ઓડિટ પુરાવા આપવામાં અસમર્થ છે. તથા “જૂથની તરલતા પર આધાર રાખવાની કંપનીની ક્ષમતા વિશે પુરાવાનો અભાવ છે.

લાયકાએ ટિપ્પણી માટેની વિનંતીનો તરત જ જવાબ આપ્યો ન હતો. લાયકા મોબાઇલ યુકેએ જણાવ્યું હતું કે કંપની હાઉસ ફાઇલિંગ અનુસાર તે સપ્ટેમ્બરમાં વહેલી તકે નિર્ણય લેવાની અપેક્ષા રાખે છે.

LEAVE A REPLY