Los Angeles, California, U.S., January 12, 2025. REUTERS/Ringo Chiu

અમેરિકાના લોસ એન્જેલસના જંગલોમાં મંગળવારની રાત્રે લાગેલી ભીષણ આગ સોમવારે સતત સાતમાં દિવસે પણ ચાલુ રહી હતી. આ ભીષણ દાવાનળમાં ઓછામાં ઓછા 24 લોકોના મોત થયા છે અને અનેક ગાયલ થયા છે. ઓછામાં ઓછા 12,300 બાંધકામોને નુકસાન થયું હતું અથવા નાશ પામ્યા હતાં. સોમવારે પવનની ગતિમાં વધારો થવાની ધારણા હોવાથી અગ્નિશામકો માટે સ્થિતિ વધુ મુશ્કેલ બનવાની ધારણા હતી.

કેલિફોર્નિયાના ગવર્નર ગેવિન ન્યૂસોમે જણાવ્યું હતું કે આ દાવાનળ યુ.એસ.ના ઇતિહાસમાં સૌથી વિનાશક કુદરતી આપત્તિ બની શકે છે, જેમાં ઓછામાં ઓછા 24 લોકો મૃત્યુ પામ્યા છે, હજારો ઘરોનો નાશ કર્યો થયો છે. 100,000 લોકોના સ્થળાંતરની ફરજ પડી છે.

એરિયલ અગ્નિશામકોએ પેસિફિક મહાસાગરમાંથી પાણી લઇને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ રાખ્યા હતા. શહેરન પશ્ચિમ દિશાની આગને હજુ સુધ માત્ર 13 ટકા અંકુશમાં લઈ શકાઈ હતી. આ આગમાં 23,713 એકર વિસ્તાર બળી ગયો છે. લોસ એન્જલસની પૂર્વમાં ઇટોન આગમાં વધુ 14,117 એકર (57 ચોરસ કિમી) અથવા 22 ચોરસ માઇલ (લગભગ મેનહટનના કદ)નો વિસ્તાર નાશ પામ્યો છે. આ આગ 27 ટકા કાબૂમાં આવી છે. શહેરની ઉત્તરે, હર્સ્ટ ફાયર 89% કાબુમાં આવી હતી, અને કાઉન્ટીના અન્ય ભાગોને તબાહ કરતી અન્ય ત્રણ આગ 100% કાબૂમાં આવી હતી.

સપ્તાહના અંત ભાગમાં સાન્ટા અન્ના વિન્ડ હળવા બનતા અગ્નિશામકોને થોડી રાહત થઈ હતી. ભારે પવનને કારણે આગથી લગભગ 2 માઇલ (3 કિમી) દૂ સુધી અંગારા ઉડ્યાં હતાં. રવિવાર સુધીમાં, લોસ એન્જલસ કાઉન્ટીમાં 100,000થી વધુ લોકોને સ્થળાંતર કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો

LEAVE A REPLY