અત્યારના સમયમાં ઘણા યુવાનોની સહનશક્તિ ઓછી થઇ રહી હોય તેવું જણાય રહ્યું છે, કારણ કે તેઓ લગ્ન પછી પણ એકબીજા સાથે લાંબો સમય સુધી રહી શકતા નથી. એકબીજાની પસંદ-નાપસંદ સ્વીકારી શકતા નથી. કારણ એ છે કે પ્રેમ કરવો અથવા તો લગ્ન કરવા જેટલું સરળ છે એ જ લગ્નને નિભાવવા એટલાં જ મુશ્કેલ છે. આજે પણ ઘણા લગ્ન પછી તે ગ્લેમર વર્લ્ડ સાથે સંકળાયેલા હોય કે પછી બે સેલિબ્રિટિઝે લગ્ન કર્યા હોય તો પણ કેટલાંક લોકોના લગ્ન વર્ષો સુધી ટકી જાય તો કેટલાંકના લગ્ન ગણતરીના દિવસો, મહિનામાં તૂટી જાય છે અને બંને અલગ પડી જાય છે.
વિશેષમાં કોઈ યુવતી તેના પતિથી પણ સારું કમાતી હોય અને સંપૂર્ણપણે આત્મનિર્ભર હોય તો તે તેના પતિની ખોટી બાબતોને જરા પણ સ્વીકારતી નથી. એ પછી ભલેને તેમની વચ્ચે ગમે એટલો પ્રેમ હોય તો પણ છૂટા થવાની સંભાવના વધી જાય છે. આથી જ અત્યારે લોકોમાં લગ્ન કરવાને બદલે લિવ-ઈન-રીલેશનશિપનું આકર્ષણ વધ્યું છે. તેમાં લગ્ન જેવું કોઈ બંધન હોતું નથી. પ્રેમ કરવાથી લઇને સાથે રહેવાની સંપૂર્ણ સ્વંતત્રતા હોય છે, ન તો છૂટાછેડા, ન તો કોર્ટ-વકીલનું ટેન્શન, ન તો સાસરિયાની કચકચ સાંભળવાનું ટેન્શન. બોલીવૂડમાં પણ લિવ-ઇનનું ચલણ જોવા મળ્યું છે.
આ અંગે તાજેતરમાં જ ટીવી સીરિયલની એક જાણીતી અભિનેત્રીએ આ વાતને ધ્યાનમાં રાખીને જણાવ્યું હતું કે લગ્ન પછી હું ઘણી દુઃખી થઈ ગઈ કેમ કે તેને ઘરનું કામ કે પછી કોઈ પણ જવાબદારી ઉઠાવવાની ટેવ જ નહોતી. જો કે લગ્ન પછી તેણે બધી જ જવાબદારી ઉઠાવવી પડતી હતી. આવી સ્થિતિમાં લગ્ન કર્યા પછી પતિ અને બાળકોની જવાબદારીથી અંગત આઝાદી સંપૂર્ણ નાશ પામે છે.
ટીવી અને ફિલ્મોની કેટલીક અભિનેત્રીઓ ઘણા વર્ષોથી લિવ-ઈન રીલેશનશિપમાં હતી અને પોતાના આ સંબંધોથી ખૂબ જ ખુશ પણ છે કેમ કે એમાં સ્વંતત્રતા મળે છે. આટલું જ નહીં, આ રીલેશનશિપમાં કોઈ એટિટ્ડ પ્રોબ્લેમ પણ નથી. સાથે રહેતા યુવાનને ખબર છે કે જો તેણે કોઈ નખરાં દેખાડયા તો યુવતી ગમે ત્યારે તેની સાથે સંબંધ તોડી શકે છે અને યુવતી સારા નાણાં કમાતી હોય તો તેને એવા બીજા અનેક યુવાનો મળી શકે છે.
કેટરિના કૈફ તો લગ્ન પહેલા સલમાન ખાન અને પછી રણવીર કપૂર સાથે લિવ-ઈન રીલેશનશિપમાં રહી ચુકી છે. આ પછી તેણે વિકી કૌશલ સાથે લગ્ન કરી લીધા હતા. આ ઉપરાંત રાણી મુખરજી તો આદિત્ય ચોપરા સાથે છ વર્ષ સુધી રીલેશનશિપમાં રહી હતી. કરિના કપૂર પણ સૈફ અલી ખાન સાથે કેટલાંય વર્ષો સુધી રિલેશનશિપમાં રહી હતી. દીપિકા પદુકોણ અને રણવીર કપૂર છ વર્ષ સુધી રીલેશનશિપમાં રહ્યા હતા અને પછી તેમણે પરંપરા મુજબ લગ્ન કર્યા હતા. મલાઈકા અરોરા અને અર્જુન કપૂર પણ લિવ-ઈન-રીલેશનશિપમાં રહેતા હતા. સાઉથ ઇન્ડિયન ફિલ્મોના કલાકાર સામન્થા પ્રભુ અને નાગા ચૈતન્ય ચાર વર્ષ સુધી લિવ-ઈનમાં રહ્યા હતા, પછી તેઓ છૂટા પડી ગયા હતા.
જોન અબ્રાહમ અને બિપાશા બસુ ઘણા વર્ષો સુધી એકબીજા સાથે રહ્યા, પણ પછી તેમનું બ્રેક-અપ થઈ ગયું હતું. અક્ષયકુમારે શિલ્પા શેટ્ટી અને રવિના ટંડન સાથે રીલેશનશિપમાં રહ્યા બાદ તેણે અંતે રાજેશ ખન્ના-ડિમ્પલ કાપડિયાની પુત્રી ટ્વિકલ ખન્ના સાથે લગ્ન કરી લીધા હતી. સૈફ અલી ખાનની બહેન સોહા અલી ખાન પણ રીલેશનશિપમાં રહી ચુકી છે. અંકિતા લોખંડે સુશાંત સિંહ રાજપુત સાથે ઘણા વર્ષો સુધી લિવ-ઈનમાં રહ્યા હતા, તેમનું પણ પછી બ્રેકઅપ થઈ ગયું હતું. દિવ્યાંકા ત્રિપાઠી ટીવી શોની ઘણી જાણીતી અભિનેત્રી છે જે શરદ મલ્હોત્રા સાથે કેટલાંય વર્ષો સુધી લિવ-ઈનમાં રહી હતી. બોલીવૂડની અભિનેત્રી અને સૌદર્ય સામ્રાજ્ઞી લારા દત્તા પણ ઘણા વર્ષો સુધી લિવ-ઈન રીલેશનશિપમાં રહી હોવાનું કહેવાય છે.
ગાયિકા અનુષ્કા દાંડેકર પણ કરણ કુન્દ્રા સાથે લિવ-ઈનમાં રહી ચુકી છે. રિતિક રોશન અને સુઝાન ખાનના છૂટાછેડા પછી રિતિક પોતાની ફ્રેન્ડ સાથે ત્રણ વર્ષ સુધી લિવ-ઈનમાં રહ્યો હતો. સુસ્મિતા સેન પણ પોતાના પ્રેમી સાથે ઘણા સમય સુધી લિવ-ઈનમાં રહી હતી. જોકે, પછી તેમનો સંબંધ મિત્રતા સુધી જ મર્યાદિત રહ્યો હતો.
