એરહેલ્પ ઇન્ક. દ્વારા 2024નો એરહેલ્પ સ્કોર રીપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં વિશ્વની સૌથી શ્રેષ્ઠ અને સૌથી ખરાબ એરલાઇન્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ રીપોર્ટમાં વર્તમાન વર્ષના જાન્યુઆરીથી ઓક્ટોબર સુધીના આંકડાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. એરહેલ્પના સીઇઓ તોમાઝ પોવલિસઝીનના જણાવ્યા મુજબ, આ રેન્કિંગ આપવા માટે વૈશ્વિક ગ્રાહકોના દાવા, સમય પાલન, ગ્રાહકોના ભોજન, સુવિધા અને ક્રુ સર્વિસ સંબંધિત મુદ્દાઓ ધ્યાનમાં લેવામાં આવ્યા હતા. સૌથી શ્રેષ્ઠ એરલાઇન્સની આ યાદીમાં બ્રસેલ્સ એરલાઇન્સ મોખરે છે, જ્યારે 2018થી પ્રથમ ક્રમાંકે રહેલી કતાર એરવેઝને આ યાદીમાં બીજુ સ્થાન મળ્યું છે. જ્યારે યુનાઇટ અને અમેરિકન એરલાઇન્સને ચોથું અને પાંચમું સ્થાન મળ્યું છે. પાંચમાં ક્રમે પ્લે (આઇલેન્ડ), પછી ઓસ્ટ્રીયન એરલાઇન્સ (ઓસ્ટ્રીયા), લોટ પોલિશ એરલાઇન્સ (પોલેન્ડ), એર અરેબિયા (યુએઇ), વાઇડરો (નોર્વે) અને એર સર્બિયા (સર્બિયા)નો સમાવેશ થાય છે.
જ્યારે સૌથી ખરાબ એરલાઇન્સની યાદીમાં ટ્યુનિસ એર (ટ્યુનિસિયા) પ્રથમ ક્રમે છે. ત્યાર પછી બઝ (પોલેન્ડ), નોવલેર (ટ્યુનિસિયા), બલ્ગેરિયા એર, એલ અલ ઇઝરાયેલ એરલાઇન્સ, પેગાસસ એરલાઇન્સ (તુર્કી), ઇન્ડિગો (ઇન્ડિયા), ટારોમ (રોમાનિયા), એર મૌરિશિયસ, સ્કાય એક્સપ્રેસ (ગ્રીસ)નો સમાવેશ થાય છે.
આ યાદીમાં કુલ 109માં ભારતની ઇન્ડિગો એરલાઇન્સને 103મું સ્થાન મળ્યું છે.

LEAVE A REPLY