પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ગાંધીનગર સ્થિત ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (ગિફ્ટ સિટી) ખાતે કામ કરતા કર્મચારીઓને દારૂના વેચાણથી રાજ્ય સરકારની આશરે રૂ.94.19 લાખની આવક થઈ હતી. અહીં ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં દારુબંધી છે, પરંતુ 30 ડિસેમ્બર, 2023થી ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની મંજૂરી આપવામાં આવી છે.

વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ ગિફ્ટ સિટીમાં દારૂના વેચાણ માટે આપવામાં આવેલા લાઇસન્સ અંગે પૂછેલા સવાલના જવાબમાં નશાબંધી અને આબકારી વિભાગનો હવાલો ધરાવતા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે 31 જાન્યુઆરી, 2025 સુધીમાં, ફિનટેક હબમાં લોકોએ 3,324 બલ્ક લિટર સ્પિરિટ, 470 બલ્ક લિટર વાઇન અને 19,915 બલ્ક લિટર બિયરનું સેવન કર્યું છે. ગિફ્ટ સિટી ખાતે દારૂ વેચાણના બે એકમ વેસ્ટ ઇન્ડિયા રિક્રિએશન પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ અને ધ ગ્રાન્ડ મર્ક્યુરીને લાઇસન્સ આપવામાં આવ્યા છે.

 

LEAVE A REPLY