2021માં શનેલના CEO બનેલા ફેશન આઇકન લીના નાયરને રિટેલ અને ગ્રાહક ક્ષેત્રની સેવાઓ માટે CBE એનાયત કરાયો હતો.
ગયા વર્ષે તેણીએ ટાઇમ મેગેઝિનને કહ્યું હતું કે ‘’હું જેન્ડર બેલેન્સ માટેની હિમાયતી છું અને પુરુષોને એ સમજવામાં મદદ કરવા માંગુ છું કે વરિષ્ઠ નેતૃત્વની સ્થિતિમાં બંને જાતિઓ માટે જગ્યા છે. મહિલાઓને આગળ વધવા અને મહત્વાકાંક્ષી બનવા માટે પ્રોત્સાહિત કરવી જોઈએ.’’
માતાપિતાને પ્રેરણા તરીકે અને પેપ્સીના ભૂતપૂર્વ સીઈઓ ઈન્દ્રા નૂયીને માર્ગદર્શક તરીકે ટાંકતા લીનાએ કહ્યું હતું કે “વધુ મહિલાઓ શિક્ષણમાં આવી રહી છે, વધુ મહિલાઓ વર્ગોમાં ટોચ પર છે અને શ્રેષ્ઠ ગ્રેડ મેળવી રહી છે, અને હજુ પણ નેતૃત્વના હોદ્દા પર પૂરતી મહિલાઓ નથી. તેથી હિંમત, ઇરાદા અને નિશ્ચયની જરૂર છે.”