પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

સુરતની એક વિશેષ અદાલતે સોમવાર, 17 ફેબ્રુઆરીએ 17 વર્ષની છોકરી પર ગેંગરેપના કેસમાં બે આરોપીને આજીવન કેદની સજા ફટકારી હતી. કોર્ટે રાજ્ય સરકારને તેની યોજના હેઠળ પીડિતને 10 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો પણ આદેશ આપ્યો હતો.

વિશેષ ન્યાયાધીશ વી.વી. પરમારે આરોપીઓ મુન્ના પાસવાન અને રાજુ વિશ્વકર્માને ભારતીય ન્યાય સંહિતા, પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ (પોક્સો) એક્ટ અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમની સંબંધિત કલમો હેઠળ દોષિત ઠેરવ્યા હતાં.

આ ગુનામાં ત્રણ આરોપીઓ સામેલ હતાં, જેમાંથી એક, શિવ શંકર ઉર્ફે દયાશંકર ચૌરસિયા, ગયા વર્ષે ઑક્ટોબરમાં તેની ધરપકડ બાદ તબીબી તપાસ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા બાદ શ્વાસ લેવામાં તીવ્ર તકલીફ થતાં મૃત્યુ પામ્યો હતો.

બે આરોપીઓને ભારતીય ન્યાય સંહિતાની કલમ 70(2) હેઠળ ગેંગરેપ અને POCSO એક્ટ હેઠળની કલમો હેઠળ તેમના અંતિમ શ્વાસ સુધી આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.

ગત વર્ષે 8 ઓક્ટોબરની રાત્રે નવરાત્રિના તહેવાર દરમિયાન યુવતી મિત્ર સાથે બહાર હતી ત્યારે આરોપીએ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.કોસંબા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા માંગરોળ તાલુકાના મોટા બોરસરા ગામની સીમમાં નિર્જન જગ્યાએ બાળકી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.પોલીસના જણાવ્યા અનુસાર, કિશોરી તેના કોચિંગ ક્લાસમાં હાજરી આપીને તેના મિત્રોને મળવા કિમ ગઈ હતી.રાત્રે લગભગ 10.30 વાગ્યે તેણીએ તેના બે મિત્રો સાથે આઈસ્ક્રીમ ખાધો હતો. તેણી અને તેણીનો (પુરુષ) મિત્ર મોટા બોરસરા નજીક હાઇવે પર પેટ્રોલ પંપ તરફ જવાના રસ્તે નિર્જન જગ્યાએ બેઠા હતા ત્યારે આરોપીઓ તેમની પાસે આવ્યા હતા. ત્યારબાદ ત્રણેયે યુવતીને પકડી લીધી હતી જ્યારે તેનો મિત્ર ભાગવામાં સફળ રહ્યો હતો. મોબાઈલ ફોન લઈને ભાગી જતા પહેલા તેઓએ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.

LEAVE A REPLY