Leader of the Liberal Democrats Ed Davey (Photo by Finnbarr Webster/Getty Images)

4 જુલાઈના રોજ યોજાનારી સામાન્ય ચૂંટણી માટે લિબરલ ડેમોક્રેટ્સ નેતા એડ ડેવીએ કન્ઝર્વેટિવ્સ શાસન હેઠળ “વર્ષોની અવગણના અને અરાજકતા”નો ભોગ બનેલ NHSના ‘બચાવ’નું તથા EU સાથેના ‘તૂટેલા સંબંધો’ સુધારવા અને કેપિટલ ગેઈન્સ ટેક્સમાં સુધારો કરવાનું વચન આપ્યું છે.

સર એડ ડેવીએ આગામી ચૂંટણી પછી ટોરી સાથેના કોઈપણ સોદાને સ્પષ્ટપણે નકારી કાઢ્યો છે, પણ સત્તામાં આવવા માટે લેબર સાથેના ગઠબંધન બાબતે અસ્પષ્ટ રહ્યા છે.

લિબ ડેમ્સે 2028 સુધીમાં આરોગ્ય અને સામાજિક સંભાળ માટે £8 બિલીયનનો ખર્ચ વધારવાનું, 8,000 જીપીની ભરતી અને જાળવણી તથા ઘરે મફત સોસ્યલ કેર પૂરી પાડવાનું વચન આપ્યું છે. આ માટે તેઓ કેપિટલ ગેઇન્સ ટેક્સ અને મોટી બેંકો પર લેવીની વસૂલાત વધારીને રકમ મેળવનાર છે. પક્ષ ધનાઢ્ય વ્યક્તિઓ દ્વારા શોષણ કરવામાં આવતી ટેક્સની છટકબારીઓને બંધ કરીને પણ ભંડોળ મેળવવા માંગે છે.

વિબ ડેમ્સે જો તેઓ સત્તા પર આવશે તો દરેક વ્યક્તિને સાત દિવસની અંદર અને ઇમરજન્સી હોય તો 24 કલાકની અંદર જીપીની એપોઇન્ટમેન્ટ આપવા અને વૃદ્ધ અથવા અપંગ લોકોને તેમાન ઘરે મફત વ્યક્તિગત સંભાળ આપવા માંગે છે. તેઓ સ્કોટલેન્ડ, વેલ્સ અને નોર્ધર્ન આયર્લેન્ડ માટે વધારાનું ભંડોળ ફાળવશે.

116-પાનાના દસ્તાવેજનું અનાવરણ કરનાર લિબ ડેમ્સને આશા છે કે આ યોજના સાઉથ ઇંગ્લેન્ડના કહેવાતા “બ્લુ વોલ” વિસ્તારોમાં કન્ઝર્વેટિવ્સને પડકારવામાં ચાવીરૂપ બનશે જે એક સમયે ટોરીના ગઢ હતા. પાર્ટી ઈંગ્લેન્ડ, વેલ્સ અને સ્કોટલેન્ડની દરેક સીટ પર ઉમેદવારો ઉભા કરી રહી છે અને 2019ના 11 સાંસદો કરતા સંખ્યા વધારવા માંગે છે.

પક્ષે કેરર્સના પગારમાં પ્રતિ કલાક £2નો વધારો કરવાનું, તેમના ભથ્થામાં વધારો કરવાનું, મફત પર્સનલ કેર આપવાનું, મેન્ટલ હેલ્થ હબ સ્થાપવાનું, કેન્સરના રેફરલના 62 દિવસની અંદર સારવાર શરૂ કરવાનું, કેનાબીસ માટે કાનૂની – નિયંત્રિત બજાર શરૂ કરવાનું તથા પબ્લિક હેલ્થ ગ્રાન્ટમાં દર વર્ષે વધારાના £1 બિલિયનના રોકાણનું વચન આપ્યું છે.

તેમણે ટોચની કમાણી કરનારાઓ પર ડબલ કેપિટલ ગેઇન ટેક્સ, સોશિયલ મીડિયા કંપનીઓ પરના ડિજિટલ સર્વિસ ટેક્સ 6 ટકા કરવાનું, ‘મોટી બેંકો’ પરના ટેક્સમાં ઘટાડો કરવાનું અને તેલ અને ગેસ ઉત્પાદકોના ‘સુપર-પ્રોફિટ’ પર વન-ઑફ વિન્ડફોલ ટેક્સ લાગુ કરવાનું વચન આપ્યું છે.

શક્ય હોય ત્યાં બધા માટે ફ્લેક્સીબલ કાર્ય ઉપલબ્ધ કરાવવાનું, સિંગલ માર્કેટમાં ફરીથી જોડાવાના અંતિમ ધ્યેય સાથે યુરોપ સાથેનુમ બોટ્ડ ડીલ’ ફિક્સ કરવાનું વચન આપ્યું છે. આ ઉપરાંત દર વર્ષે ઓછામાં ઓછા 60 મિલિયન વૃક્ષો વાવવાનું, ક્લિયર એર એક્ટ પસાર કરવાનું વચન આપ્યું છે.  તો 2045 સુધીમાં ગ્રીનહાઉસ ગેસને નેટ ઝીરો પર લાવવાનું, 2030 સુધીમાં યુકેની 90 ટકા વીજળી રિન્યુએબલમાંથી ઉત્પન્ન કરવાનું, ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ પરનો VAT ઘટાડીને પાંચ ટકા કરવાનું અને 2030થી વેચાનાર નવી કારો ઝીરો એમિશન્સ છોડે તેવી જ હોય તેનું વચન આપ્યું છે.

આ ઉપરાંત મેનિફેસ્ટોમાં દરેક શાળામાં લાયક મેન્ટલ હેલ્થ પ્રોફેશનલ મૂકવાનું, વિદ્યાર્થી દીઠ શાળા અને કોલેજના ભંડોળમાં વધારો કરવાનું, પ્રાથમિક શાળાના તમામ બાળકો માટે મફત ભોજનનો વિસ્તાર કરવાનું, પેન્શન ટ્રિપલ લોક જાળવી રાખવાનું, ટુ-ચાઈલ્ડ બેનિફિટ કેપ અને સ્ક્રેપ બેડરૂમ ટેક્સ દૂર કરવાનું, પોલીસ અને ક્રાઈમ કમિશનરને સ્ક્રેપ કરવાનું, રવાન્ડા પ્લાન તથા ગેરકાયદેસર સ્થળાંતર અધિનિયમને રદ કરવાનું વચન આપ્યું છે.

મેનિફેસ્ટોમાં વર્ષમાં ઓછામાં ઓછા 380,000 ઘરો બનાવાનું અને કાઉન્સિલોને બીજા ઘરો પર કાઉન્સિલ ટેક્સમાં 500 ટકા સુધી વધારો કરવાની મંજૂરી આપવાનું વચન આપ્યું છે.

LEAVE A REPLY