લેબેનોનના પાટનગર બૈરૂતમાં ઇઝરાયેલે હિઝબુલ્લાહના હેડક્વાર્ટર પર હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં હિઝબુલ્લાના વડા હસન નસરાલ્લાહ અને તેની પુત્રી ઝૈનબ નસરાલ્લાહના મોત થયા હોવાનું IDF દ્વારા સોશિયલ મીડિયામાં જણાવવામાં આવ્યું હતું. ઇઝરાયેલી સેનાએ કરેલા આ હુમલામાં 6 લોકોના મોત થયા હતા. IDFએ સોશિયલ મીડિયા પર આ માહિતીની પુષ્ટિ કરી છે. IDFએ એક્સ (ટ્વિટર) પર જણાવ્યું હતું કે, “હસન નસરાલ્લાહ હવે વિશ્વને આતંકિત કરી શકશે નહીં.”
અત્રે ઉલ્લેખનીય છે કે, શુક્રવારે મોડી સાંજે હિઝબુલ્લાહના મુખ્યાલય પર હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો. ભારે બોમ્બ સાથેના આ હુમલામાં, મોટા અવાજથી બૈરૂતમાં ખળભળાટ મચી ગયો હતો હિઝબુલ્લાહનું મુખ્ય મથક નાશ પામ્યું હતું. હુમલા પછી હેડક્વાર્ટરમાં આગની જ્વાળાઓ બહાર આવી હતી અને આકાશમાં ધુમાડા ફેલાઈ ગયા હતા. અમેરિકા સહિત ઘણા દેશોએ ઇઝરાયેલને લેબેનોનમાં યુદ્ધવિરામ માટે વિનંતી કરી હતી, પરંતુ ઇઝરાયેલે સ્પષ્ટ કહ્યું છે કે જ્યાં સુધી હિઝબુલ્લાહનો ખાત્મો નહીં થાય ત્યાં સુધી યુદ્ધ યથાવત રહેશે.

LEAVE A REPLY