તા. 20ના રોજ વિરોધીઓના એક જૂથે હાઉસ ઓફ લોર્ડ્સની કાર્યવાહીમાં વિક્ષેપ પાડી ચેમ્બરની ઉપરની ગેલેરીમાંથી પત્રિકાઓ ફેંકી બિનચૂંટાયેલા હાઉસ ઓફ લોર્ડ્સને નાબૂદ કરવાની માંગ કરી હતી.
“લોર્ડ્સ આઉટ, પીપલ ઇન”ના નારા લગાવતા વિરોધીઓએ ચેમ્બરની આસપાસ પીળી પત્રિકાઓ ફેંકી હતી. આ પત્રિકાઓમાં “લોર્ડ્સથી દૂર રહો, અહીં હાઉસ ઓફ પીપલ છે” જેવા સૂત્રો લખેલા હતા. વિરોધીઓએ કહ્યું કે તેઓ એસેમ્બલ વતી કાર્ય કરી રહ્યા છે, જે સંસ્થા લોર્ડ્સને નાબૂદ કરી સીટીઝન્સ એસેમ્બલી લાવવા માટે ઝુંબેશ ચલાવે છે. વિરોધીઓને બહાર કાઢવામાં આવ્યા હતા અને ગૃહને સ્થગિત કરવામાં આવ્યું હતું.
