પેરિસમાં યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI) ના લોન્ચ દરમિયાન ફ્રાન્સમાં ભારતના રાજદૂત અને મોનાકોના પ્રિન્સિપાલીટી જાવેદ અશરફ અને ગેલેરીઝ લાફાયેટ નિકોલસ હાઉઝના સીઈઓ.
આઇકોનિક એફિલ ટાવર ખાતે સફળતા મળ્યા પછી ભારતે પેરિસના ઐતિહાસિક ડિપાર્ટમેન્ટલ સ્ટોર ગેલેરી લાફાયેટ ખાતે યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) લોન્ચ કર્યું હતું. ભારતની મોબાઇલ ફોન પેમેન્ટ સિસ્ટમ યુપીઆઇને વૈશ્વિક બનાવવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને હાંસલ કરવાનું એક મહત્ત્વપૂર્ણ પગલું છે. 26 જુલાઈ 2024થી પેરિસ ઓલિમ્પિક્સનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે આ વિશ્વવિખ્યાત સ્ટોરમાં અનેક ભારતીયો આવવાની ધારણા છે.
યુપીઆઇ 2016માં નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)એ વિકસાવેલી ભારતીય ઈન્સ્ટન્ટ પેમેન્ટ સિસ્ટમ છે.
ફ્રાન્સ ખાતેના ભારતીય દૂતાવાસે ગુરુવારે જણાવ્યું હતું કે 3 જુલાઈ, 2024ના રોજ UPI પેરિસમાં વિશ્વ વિખ્યાત ગેલેરી લાફાયેટના ફ્લેગશિપ સ્ટોર પર લાઇવ થયું હતું. આની સાથે આઇકોનિક એફિલ ટાવર ખાતે સફળ લોન્ચિંગ પછી પેરિસમાં UPIનો વ્યાપ વધ્યો છે.
ફ્રાન્સમાં ભારતના રાજદૂત અને મોનાકોના પ્રિન્સિપાલિટી જાવેદ અશરફે ગેલેરીઝ લાફાયેટ સ્ટોરમાં પેમેન્ટ કરીને આ સિસ્ટમ લોન્ચ કરી હતી. તે વખતે સ્ટોર્સના  સીઈઓ નિકોલસ હાઉઝ અને લિરા ગ્રૂપના ચેરમેન એલેન લેકોર હાજર હતાં. ફેબ્રુઆરીમાં, ભારતે ઔપચારિક રીતે અહીંના પ્રતિષ્ઠિત એફિલ ટાવર ખાતે UPI લોન્ચ કર્યું હતું. રાજદૂતે મોદી દ્વારા 2018માં સિંગાપોરમાં UPIના પ્રથમ આંતરરાષ્ટ્રીય લોન્ચિંગને યાદ કર્યું હતું અને UPIની આંતરરાષ્ટ્રીય સફર અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો.
તેમણે આશા વ્યક્ત કરી હતી કે ક્રોસ-બોર્ડર ડિજિટલ પેમેન્ટના ઝડપી, સલામત અને કાર્યક્ષમ માધ્યમ ઉપરાંત, UPI ક્રોસ-બોર્ડર રેમિટન્સના માધ્યમ તરીકે વિકાસ કરશે અને આખરે વિશ્વભરના દેશોમાં ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ બનશે.

LEAVE A REPLY