Passport for travelling purpose. Passport of Indian citizens. republic of India passports.

2023માં 2,16,000 ભારતીયોએ તેમની નાગરિકતાનો છોડી હતી. આ ઉપરાંત 2022માં આશરે 2.25 લાખ, 2021માં આશરે 1.63 લાખ, 2020માં આશરે 85 હજાર અને 2019માં આશરે 1.44 લાખ લોકોએ ભારતની નાગરિકતા છોડી હતી, એવી સરકારે પહેલી ઓગસ્ટે રાજ્યસભામાં માહિતી આપી હતી.

રાજ્યસભામાં રાજ્યકક્ષાના વિદેશ પ્રધાન  કીર્તિવર્ધનસિંઘે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન કેટલા ભારતીય નાગરિકોએ ભારતીય નાગરિકત્વ છોડ્યું હતું તેવા સવાલના જવાબમાં આ માહિતી આપી હતી. છેલ્લા ચાર વર્ષમાં લગભગ સાડા ચાર લાખ લોકોએ ભારતીય નાગરિકત્વ છોડ્યું છે. જ્યારે છેલ્લા બે વર્ષથી બે લાખ કરતાં વધુ લોકો ભારતીય નાગરિકત્વ છોડી રહ્યા છે.

આપના સભ્ય રાઘવ ચઢ્ઢાએ સરકારને સવાલ પૂછ્યો હતો કે સરકાર આટલા મોટાપાયા પર ભારતીય નાગરિકો દેશ છોડી રહ્યા છે તેની પાછળના કારણો શોધવા કયા પગલાં લઈ રહી છે અને આ ઉપરાંત ભારતીય નાગરિકત્વની સ્વીકાર્યતા આટલી ઓછી કેમ છે તેનું કારણ તેમણે શોધ્યું છે ખરુ. જો તે શોધ્યું હોય તો તેની વિગાતો આપવામાં આવે. સરકાર આ બ્રેઈન ડ્રેઈનને રોકવા માટે કયા પ્રયત્નો કરી રહી છે તેની વિગતો પણ તેમણે જાણવા માંગી હતી.

પ્રધાને જણાવ્યું હતું કે નાગરિકતાનો ત્યાગ અથવા પ્રાપ્તિ માટેના કારણે વ્યકિગત હોય છે. સરકાર માને છે કે હાલની નોલેજ ઇકોનોમીમાં ગ્લોબલ વર્કફોર્સનું મહત્ત્વ વધ્યું છે. આ ઉપરાંત ઇન્ડિયન ડાયાસ્પોરા સાથેના સંવાદમાં પણ મોટું પરિવર્તન આવ્યું છે.

 

LEAVE A REPLY