પ્રતિક તસવીર (Photo by Oli Scarff/Getty Images)

લેબર સરકાર ઇઝરાયેલ-ગાઝા કટોકટીના અભિગમમાં કેટલાક ફેરફારો કરે તેવી અપેક્ષા છે. લેબર સરકાર ઇઝરાયેલને શસ્ત્રોનું વેચાણ બંધ કરવાની યોજના ધરાવે છે અને પેલેસ્ટિનિયન રાજ્યને માન્યતા આપવા તરફ આગળ વધવા માંગે છે.

લેબર ફ્રેન્ડ્સ ઑફ ઇઝરાયેલ (LFI) એ ગયા અઠવાડિયે પેલેસ્ટિનિયન રાજ્યની માન્યતાને મંજૂરી આપતું પેમ્ફલેટ બહાર પાડ્યું હતું, પરંતુ તે ઇઝરાયેલને વિશ્વસનીય સુરક્ષા ગેરંટી મળે તેના પર આધારિત બનશે. તેનાથી વિપરીત, પેલેસ્ટિનિયન પ્રદેશો પર ઇઝરાયેલના કબજાનો વિરોધ કરતા બ્રિટીશ યહૂદી જૂથોમાંના એક નામોદે, પક્ષકારોએ જવાબ આપવો જોઈએ તેવા પ્રશ્નોની એક યાદી ફરતી કરી છે, જેમાં સંપૂર્ણ યુદ્ધવિરામ અને શસ્ત્રોની નિકાસનો અંત લાવવાનો સમાવેશ થાય છે.

સ્ટાર્મર ગાઝા યુદ્ધવિરામ પર બીજા લેબર બળવાને દૂર કરવા માંગે છે. તો લેબરના નાયબ નેતા અને હવે ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર એન્જેલા રેનરના મુસ્લિમ મતદારો સાથેના લીક થયેલા વિડિયોમાં તેણીએ વચન આપ્યું હતું કે પેલેસ્ટિનિયન રાજ્યને લેબર સરકાર દ્વારા માન્યતા આપવામાં આવશે, પરંતુ કોઈ તારીખ આપી ન હતી.

ઇઝરાયેલ માટે લેબરનું સમર્થન ધીમે ધીમે પરંતુ વધુને વધુ શરતી બન્યું છે. હાલના સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ફોરેનસ કોમનવેલ્થ એન્ડ ડેવલપમેન્ટ અફેર્સ ડેવિડ લેમીએ શેડો સેક્રેટરી હતા ત્યારે ઇઝરાયેલને વિનંતી કરી હતી કે તે તેના રફાહ આક્રમણને સમાપ્ત કરવા માટે આંતરરાષ્ટ્રીય અદાલતના “બંધનકર્તા આદેશો”નું પાલન કરે. લેબર કહે છે કે તેણે લશ્કરી કાર્યવાહીનો વિરોધ કર્યો હતો.

LEAVE A REPLY