કોબ્રા બિઅરના સ્થાપક, ટાયકૂન અને ઇન્ટરનેશનલ ચેમ્બર્સ ઓફ કોમર્સ (CBI)ના નવા વડા લોર્ડ બિલિમોરિયાએ કહ્યું છે કે ‘’લેબરનો ટેક્સમાં વધારો એન્ટરપ્રાઇઝને દબાવી રહ્યો છે અને મિનિસ્ટર બિઝનેસ લીડર્સને સાંભળવાનો ઇનકાર કરી રહ્યા છે.’’
CBIના પ્રમુખ બિલિમોરિયાએ કહ્યું હતું કે ‘’મને, બિઝનેસીસને લાગે છે કે લેબર સરકારે અમને નિરાશ કર્યા છે અને અમને લાગે છે કે અમારું સાંભળવામાં આવતું નથી. સીબીઆઇના પ્રમુખ તરીકે મેં સરકાર અને બિઝનેસની શક્તિને એકસાથે કામ કરતા જોઇ છે. હું તેમને વિનંતી કરું છું કે અમારી સાથે કામ કરો તો જ આપણે અર્થવ્યવસ્થાનો વિકાસ કરી શકીશું. નવીનતમ ડેટા દર્શાવે છે કે આપણે તે કરી રહ્યા નથી. આપણે કદાચ મંદી તરફ જઈ રહ્યા છીએ. મને એ કહેતા દુઃખ થાય છે કે જુલાઈથી સરકારમાં શું થઈ રહ્યું છે? તેમણે પેન્શનરોને પરેશાન કરવાનું શરૂ કર્યું, પછી તેમણે ખેડૂતોને પરેશાન કર્યા, પછી તેમણે પારિવારિક બિઝનેસીસને અસ્વસ્થ કર્યા અને હવે તેમણે નેશનલ ઇન્સ્યોરંશ ભરવાનું કહીને દરેક એમ્પ્લોયરને પરેશાન કર્યા છે. પણ હું એ કહેતા દિલગીર છું કે ઘણો દોષ અગાઉની સરકાર, ખાસ કરીને ઋષિ સુનકને જાય છે.’’
બિલિમોરિયાને 2006માં આજીવન પિયરેજ આપવામાં આવ્યું હતું અને તેઓ હાઉસ ઓફ લોર્ડ્સમાં ક્રોસ-બેન્ચર છે અને સીબીઆઈના પ્રમુખ બનનાર વંશીય લઘુમતીમાંથી પ્રથમ વ્યક્તિ હતા.