(ANI Photo)

કેન્દ્રીય પોર્ટસ, શિંપિંગ એન્ડ વોટરવેઝ પ્રધાન સર્બાનંદ સોનોવાલે મંગળવારે જણાવ્યું હતું કે ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલું દીનદયાળ બંદર આગામી ત્રણ વર્ષમાં મેગા પોર્ટ બની જશે અને તેની કાર્ગો હેન્ડલિંગ ક્ષમતા 300 મિલિયન ટન સુધી પહોંચી જશે.

કંડલા ખાતે દીનદયાલ પોર્ટ ઓથોરિટી (DPA) ખાતે ઘણા બધા પ્રોજેક્ટ લોન્ચ કર્યા પછી તેમણે જણાવ્યું હતું કે કંડલા પોર્ટને મેગા પોર્ટ બનાવવા માટે આપણે બધાએ સાથે મળીને કામ કરવું જોઈએ. ત્રણ વર્ષમાં, કંડલા પોર્ટ પોતાને મેગા પોર્ટ તરીકે સ્થાપિત કરશે. આનો અર્થ છે કે વાર્ષિક 300 મિલિયન ટનની કાર્ગો હેન્ડલિંગ ક્ષમતા…આનાથી રોજગારીની નવી તકો ઊભી થશે અને  સ્થાનિક અર્થતંત્રને વેગ મળશે. હાલમાં કાર્ગો હેન્ડલિંગ ક્ષમતાની દ્રષ્ટિએ દીનદયાલ પોર્ટ ભારતમાં નંબર વન બંદર છે.

તેમણે જણાવ્યું હતું કે આ બંદરમાં અપાર સંભાવના હોવાથી, અમે એક નવું બંદર બનાવવાનું નક્કી કર્યું છે. કંડલામાં ખાડીની બહારના વિસ્તારમાં એક નવું મેગા પોર્ટ આકાર લેશે. વધુમાં, DPAએ અહીં શિપબિલ્ડિંગ ક્લસ્ટર સ્થાપવાનું કામ શરૂ કર્યું છે.અમે હાલમાં આ બે મોટા પ્રોજેક્ટ્સ પર કામ કરી રહ્યા છીએ.

LEAVE A REPLY