ફ્લોરિડામાં ભારતીય મૂળના કિર્તન પટેલે એક સગીર યુવતીને જાતીય પ્રવૃત્તિમાં જોડાવવા માટે લલચાવવાનો પ્રયાસ કરવાનો ગુનો કબુલી લીધો હતો. ફ્લોરિડામાં રહેતા કિર્તન પટેલને ફેડરલ જેલમાં ઓછામાં ઓછા 10 વર્ષની આજીવન સજા થઈ શકે છે. સજાની તારીખ હજુ જાહેર કરાઈ નથી.
ગયા જુલાઈમાં કિર્તન પટેલ (24 વર્ષ)ની ધરપકડ કરાઈ હતી. તેને 13 વર્ષની છોકરીને ઈન્ટરનેટ પર તેની સાથે સેક્સ્યુઅલ એક્ટિવિટી કરવા માટે લલચાવી હતી. હકીકતમાં કિર્તન પટેલનું સ્ટિંગ ઓપરેશન કરાયું હતું અને આ કથિત યુવતી હોમલેન્ડ સિક્યોરિટી ઇન્વેસ્ટિગેશન ટીમનો અધિકારી હતો.
ગુનો કબૂલ કરતી વખતે કિર્તન પટેલે સ્વીકાર્યું કે તેને 22 મેથી 24 મે, 2024 વચ્ચે ઇન્ટરનેટ પર એક સગીર યુવતી સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેને લાગ્યું કે તે જેની સાથે વાત કરી રહ્યો છે તે એક છોકરી છે અને તેની ઉંમર 18 વર્ષથી ઓછી છે.
યુએસ એટર્ની રોજર બી. હેન્ડબર્ગે જણાવ્યું હતું કે ફ્લોરિડામાં રહેતો કિર્તન પટેલ છોકરી સાથે સેક્સ્યુઅલ એક્ટિવિટી કરવાના હેતુથી જતો હતો ત્યારે રસ્તામાંથી તેની ધરપકડ કરાઈ હતી.