Coronation of King Charles III in London:
King Charles III takes oath as he is formally crowned in a Coronation ceremony

કિંગ ચાર્લ્સ IIIના ફોટો દર્શાવતી નવી £5, £10, £20 અને £50ની ચલણી નોટો જૂન માસમાં ચલણમાં આવ્યા બાદ પ્રથમ નંબરોનો સંપૂર્ણ સેટ મહારાજા સમક્ષ રજૂ કરાયો હતો. પરંતુ અન્ય સેંકડો ઓછા સીરીયલ નંબરવાળી બેંક નોટોની હરાજી કરાતા તેની મૂળ કિંમત કરતા 11 ગણી રકમ ઉપજી હતી.

સીરીયલ નંબર HB01 000002 ધરાવતી £10ની નોટ હરાજી દરમિયાન £17,000માં વેચાઈ હતી. અન્ય લોટમાં £2,000ની ફેસ વેલ્યુ સાથેની £50ની 40 જોડાયેલી નોટોની આખી શીટ £26,000માં વેચાઈ હતી જે બેંક ઓફ ઈંગ્લેન્ડની હરાજીનો રેકોર્ડ છે. લંડનમાં સ્પિંક દ્વારા કરાયેલ હરાજીમાં કુલ £914,127 એકત્ર થયા હતા.

બેંક દ્વારા પસંદ કરાયેલી ખાસ 10 ચેરીટી સંસ્થાઓ વચ્ચે આ આવક સમાનરૂપે વહેંચવામાં આવશે.

નોટો અને સિક્કાઓનો ઉપયોગ ઘટી રહ્યો હોવા છતાં, મુખ્યત્વે રોજિંદા ખર્ચ માટે રોકડનો ઉપયોગ કરતા લોકોની સંખ્યા ચાર વર્ષની ઊંચી સપાટીએ પહોંચી છે. પોસ્ટ ઓફિસોએ જુલાઈમાં કુલ £3.77 બિલિયનના વ્યવહારો સાથે, રોકડની વિક્રમી રકમનું સંચાલન કર્યું હોવાનો અહેવાલ પણ આપ્યો હતો.

LEAVE A REPLY