બ્રિટનના મહારાજા કિંગ ચાર્લ્સ ત્રીજા દ્વારા તા. 30ના રોજ જાહેર કરાયેલા એચએમ ધ કિંગ્સ ન્યૂ યર ઓનર્સ લિસ્ટ 2025માં સમગ્ર યુકેમાં પોતાના સમુદાયોમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર અસંખ્ય હીરો અને કોમ્યુનિટી ચેમ્પિયનને એવોર્ડ એનાયત કરી તેમના સફળતાઓની ઉજવણી કરવામાં આવી હતી. આ વર્ષે રમતગમત, હેલ્થકેર, એકેડેમિયા અને સ્વૈચ્છિક સેવાઓના રોલ મોડલની વિશેષ પ્રશંસા સાથે આ વર્ષે તમામ ક્ષેત્રોમાં 1,200થી વધુ લોકોએ સન્માન મેળવ્યું છે.
વડા પ્રધાન સર કેર સ્ટાર્મરે કહ્યું હતું કે “દરરોજ, સામાન્ય લોકો બહાર જાય છે અને તેમના સમુદાયો માટે અસાધારણ બાબતો કરે છે. તેઓ યુકેની સર્વશ્રેષ્ઠ અને સેવાના મુખ્ય મૂલ્યોનું પ્રતિનિધિત્વ કરે છે જેને હું અને આ સરકાર જે કરે છે તેના કેન્દ્રમાં રાખું છું. ધ ન્યૂ યર ઓનર્સ લિસ્ટ આમાંથી વધુ સફળ નાયકોની ઉજવણી કરે છે, અને તેમના અતુલ્ય યોગદાન માટે હું તેમનો આભાર માનું છું.”
આજે ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ મેનેજર સર ગેરેથ સાઉથગેટને ફૂટબોલની સેવાઓ અને સખાવતી કાર્યો માટે તથા રાનિલ માલ્કમ જયવર્દને, એમપી અને લંડનના મેયર સાદિક ખાનને રાજકીય અને જાહેર સેવા માટે નાઇટહૂડ એનાયત કરાયો હતો.
લેખક ડેમ જેક્લીન વિલ્સનને ડેમ ગ્રાન્ડ ક્રોસ, અને પ્રોફેસર સર લેઝેક બોરીસિવિઝને કેન્સર સંશોધન માટે નાઈટ ગ્રાન્ડ ક્રોસ એનાયત કરાયો હતો. પ્રોફેસર એલિસન ફુલરને હાયર એજ્યુકેશનમાં તેમના કામ માટે અને બેબકોક ઈન્ટરનેશનલના ચેર રુથ કેર્નીને ડેમહૂડ્સ એનાયત કરાયો છે. એલન ટિચમાર્શ અને અભિનેતા સારાહ લેન્કેશાયર અને કેરી મુલિગનને CBE એનાયત કરાયો હતો. જય કમલનાથ સામંત CBE ડાયરેક્ટર જનરલને કમ્પેનીયન્સ ઓફ ધ ઓર્ડર ઑફ ધ બાથ એનાયત કરાયો હતો.
સતવંત કૌર દેઓલ, ચાર્લ્સ પ્રીતમ સિંહ ધનોવા, ઓબીઇ કેસી, પ્રોફેસર સ્નેહ ખેમકા, લીના નાયર (શેનલ), મયંક પ્રકાશ, પૂર્ણિમા મૂર્તિ ટાનુકુ OBE ને કમાન્ડર્સ ઓફ ધ ઓર્ડર ઑફ ધ બ્રિટિશ એમ્પાયર (CBE) એનાયત કરાયો હતો.
પ્રોફેસર સંજય આર્ય (મેડિકલ ડિરેક્ટર અને કન્સલ્ટન્ટ કાર્ડિયોલોજિસ્ટ, રાઈટીંગ્ટન) હિના બોખારી, પ્રોફેસર નંદિની દાસ, ધારિની ડેવિડ, તરસેમ સિંહ ધાલીવાલ (આઈસલેન્ડ ફૂડ્સ), ઇમ્તિયાઝ ધારકર, જાસ્મીન ડોટીવાલા, મોનિકા કોહલી, સૌમ્યા મજુમદાર, સીમા મિશ્રા, ઉષ્મા મનહર પટેલ MBE, જ્ઞાન સિંહ પૉવર, શ્રવ્યા રાવ, મનદીપ કૌર સંઘેરા, સવરાજ સિંહ સિદ્ધુ, સ્મૃતિ શ્રીરામને ઓફિસર્સ ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર (OBE) એનાયત કરાયો હતો.
શગુફ્તા પરવીન ASAM, દલીમ કુમાર બાસુ, મોહમ્મદ યુનિસ ચૌધરી (રીગલ ફૂડ પ્રોડક્ટ્સ) પ્રોફેસર ભાસ્કર દાસગુપ્તા, મરીમોઉટ્ટો કુમારસામી, સલમા બીબી રાવત, પ્રોફેસર અજય જયકિશોર વોરા, ચાંદની કલ્પેશ વોરા (વાસક્રોફ્ટ કોન્ટ્રાક્ટર્સ લિ.)ને મેમ્બર્સ ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર (MBE) એનાયત કરાયો હતો.
સંજીબ ભટ્ટાચારજી, મોહમ્મદ ફૈયાઝ, ઇનોક કાનાગરાજ, હેમન્દ્ર હિંડોચા, જસવિન્દર કુમાર, પ્રશાન્તિ દેવરાણી નવરત્નમ, અસ્મા પાંડોર, બલબીર સિંહ ખાનપુર ભુજંગીને મેડલીસ્ટ ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટીશ એમ્પાયર (BEM) એવાયત કરાયો હતો.
સૌથી વૃદ્ધ એવોર્ડ વિજેતા દ્વિતીય વિશ્વ યુદ્ધના મોસ્કિટો પાઇલટ કોલિન બેલ, 103 વર્ષના છે અને તેમના સખાવતી ભંડોળ એકત્ર કરવા અને WWII બોમ્બર કમાન્ડ વિશે જાહેરમાં બોલવા બદલ BEM મેળવ્યો હતો. તેમની સાથે 101 વર્ષની ઉંમરના જ્યોર્જ કેલીને રોયલ બ્રિટિશ લીજન અને રોયલ એર ફોર્સ વેટરન્સની સેવાઓ માટે MBE અને 100 વર્ષના રોય ગિબ્સનને અવકાશની સેવાઓ માટે BEM એનાયત કરાયો હતો.
આ વર્ષે સૌથી નાના વિજેતા 18 વર્ષના મિકાલ્યા બીમ્સને ઓક્સફોર્ડશાયરમાં કેન્સર પીડિત બાળકો માટે ચેરિટેબલ ફંડ એકત્ર કરવા બદલ BEM એનાયત કરાયો છે. તો સ્વૉનસીની વેન્ડી એન્સેલ (મિડવાઇફ)ને સ્ત્રી જનન અંગછેદન (FGM) અને નિર્બળ મહિલાઓની સેવાઓ માટે MBE અપાયો છે.
ડચી ઓફ લેન્કેસ્ટરના ચાન્સેલર, આર.ટી. પેટ મેકફેડન સાંસદે કહ્યું હતું કે “આ વર્ષની ન્યૂ યર ઓનર્સ લિસ્ટ એવા નાયકોની ઉજવણી કરે છે જેઓ સમગ્ર યુકેમાં તેમના સમુદાયોમાં નિઃસ્વાર્થપણે યોગદાન આપે છે. હું તેમને તેમની સિદ્ધિઓ માટે મારા તમામ અભિનંદન મોકલું છું. અમારી સન્માન પ્રણાલી સમગ્ર દેશમાં વ્યક્તિઓના ઉદાર યોગદાનને અનન્ય રીતે ઓળખે છે.’’
તમે પણ કોઈને સન્માન માટે નોમિનેટ કરવા માંગતા હો તો વધુ જાણવા માટે જુઓ https://www.gov.uk/honours