ઓર્ડર ઑફ બ્રિટિશ એમ્પાયર
ડેમ્સ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટીશ એમ્પાયર
જસવિન્દર કૌર સંઘેરા CBE – સ્થાપક, કર્મ નિર્વાણ અને માનવ અધિકાર કેમ્પેઇનર. બાળ, બળજબરીથી કરાતા લગ્ન અને ઓનર બેઝ્ડ એબ્યુઝ (નોર્થ યોર્કશાયર)ના પીડિતોને સેવાઓ માટે.
કમાન્ડર્સ ઑફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટીશ એમ્પાયર
મોનિકા અલી – લેખક, સાહિત્યની સેવાઓ માટે (લંડન)
પ્રોફેસર ડેવિડ ક્રિષ્ના મેનન FMedSci – કેમ્બ્રિજ યુનિવર્સિટીના એનેસ્થેસિયાના વિભાગના વડા. ન્યુરોક્રિટીકલ કેર માટેની સેવાઓ માટે. (કેમ્બ્રિજ, કેમ્બ્રિજશાયર)
આસિફ રંગૂનવાલા – ચેર, રંગૂનવાલા ફાઉન્ડેશન. ચેરિટી અને પરોપકારની સેવાઓ માટે (લંડન)
દિપેશ જયંતિલાલ શાહ, ઓબીઇ – લેટલી ચેર, નેશનલ હાઇવેઝ, પરિવહન સેવાઓ માટે (લંડન)
ઑફિસર્સ ઑફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટીશ એમ્પાયર
તબસ્સુમ રિઝવાન અહમદ – ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, એમ્પ્લોય એબિલિટી. ન્યુરોડાઇવર્જન્ટ અને ડિસેબલ્ડ યંગ પીપલ – રોજગારમાં સમાવેશી ઍક્સેસની સેવાઓ માટે (લંડન)
અમીરા અમઝોર – ડેપ્યુટી ડાયરેક્ટર, એન્વાયર્મેન્ટ બિલ, ડિપાર્ટમેન્ટ ફોર એન્વાયર્નમેન્ટ, ફૂડ એન્ડ રૂરલ અફેર્સ. પર્યાવરણીય કાયદાની સેવાઓ માટે (લંડન)
શાલ્ની અરોરા – સ્થાપક ટ્રસ્ટી, બેલોંગ અને સ્થાપક, સવાન્ના વિઝડમ ચેરીટેબલ ફાઉન્ડેશન. ચેરિટી અને પરોપકારની સેવાઓ માટે (માન્ચેસ્ટર)
પ્રોફેસર જમશેદ બોમનજી – હેડ, ક્લિનિકલ ડિપાર્ટમેન્ટ, ઇન્સ્ટિટ્યૂટ ઑફ ન્યુક્લિયર મેડિસિન, યુનિવર્સિટી કૉલેજ લંડન હોસ્પિટલ્સ NHS ફાઉન્ડેશન ટ્રસ્ટ. NHS અને ગ્લોબલ ન્યુક્લિયર મેડિસિન માટેની સેવાઓ માટે (લંડન)
ડૉ. રબિન્દર કૌર બુટ્ટર – સિનિયર એન્ટરપ્રાઇઝ ફેલો, સ્ટ્રેથક્લાઇડ યુનિવર્સિટી. ઇનોવેશન, એન્ટ્રપ્રિન્યોરશીપ અને બિઝનેસમાં લીડરશિપ અને લાઇફ સાયન્સની સેવાઓ માટે (સ્ટર્લિંગ અને ફાલ્કિર્ક)
પ્રોફેસર શ્રુતિ કપિલા – ઇતિહાસ અને રાજકારણના પ્રોફેસર, કોર્પસ ક્રિસ્ટી કોલેજ, કેમ્બ્રિજ યુનિવર્સિટી. હ્યુમાનિટીઝમાં રીસર્ચની સેવાઓ માટે (કેમ્બ્રિજ)
રોશ મહતાની – સ્થાપક, અલીગીરી જ્વેલરી. જ્વેલરી ડિઝાઇન અને પરોપકારની સેવાઓ માટે (લંડન)
દાન્યાલ નુરુસ સત્તાર – ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, બિગ ઈસ્યુ ઈન્વેસ્ટ. બિઝનેસ અને સોસ્યલ ફાઇનાન્સની સેવાઓ માટે (લંડન)
ડૉ હન્ના સિદ્દિકી – પોલિસી, કમ્પલેઇન્ટ્સ એન્ડ રીસર્ચના વડા, સાઉથહોલ બ્લેક સિસ્ટર્સ. મહિલાઓ સામેની હિંસા નિવારણની સેવાઓ માટે (લંડન)
પ્રોફેસર રાજેશ વસંતલાલ ઠક્કર – લેટલી પ્રેસિડેન્ટ, સોસાયટી ફોર એન્ડોક્રિનોલોજી. મેડિકલ સાયન્સ અને હેરીડીટરી અને રેર ડિસોર્ડર્સ ધરાવતા લોકોને સેવાઓ માટે (ઓક્સફર્ડ)
સુભાષ વિઠ્ઠલદાસ ઠાકર – લેટલી ચેર, લંડન ચેમ્બર ઓફ કોમર્સ. આફ્રિકામાં બ્રિટિશ વેપાર અને રોકાણની સેવાઓ માટે (લંડન)
મેમ્બર્સ ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર (MBE)
સાયમા અશરફ – સિનિયર ફાઇનાન્સ ઓડિટર, મર્સીસાઇડ પોલીસ. પોલીસીંગની સેવાઓ માટે (બ્લેકબર્ન, લેન્કેશાયર)
હલીમા હાશિમ અતચા – ડાઇવર્સીટી એન્ડ ઇન્ક્લુઝન લીડ, નોર્થ વેસ્ટ એન્ડ નોર્થ સેન્ટ્રલ, વર્ક એન્ડ હેલ્થ સર્વિસ, ડીપાર્ટમેન્ટ ઓફ વર્ક એન્ડ પેન્શન્સ, ડાઇવર્સીટી એન્ડ ઇન્ક્લુઝન સેવાઓ માટે. (બોલ્ટન, ગ્રેટર માન્ચેસ્ટર)
હરિ બહાદુર બુધા મગર – એડવેન્ચરર, કેમ્પેઇનર અને ચેરિટેબલ ફંડ રેઇઝર. ડીસેબીલીટી અવેરનેસની સેવાઓ માટે (કેન્ટરબરી, કેન્ટ)
નમીર રહીમ ચૌધરી – યુરોપ અને અમેરિકા માટે પ્રાદેશિક પ્રતિનિધિ, કોમનવેલ્થ યુથ કાઉન્સિલ. યુકે અને વિદેશમાં યુવાનોને સેવાઓ માટે (લંડન)
ઝિયા અસ સમદ ચૌધરી જે.પી. – વેસ્ટ મિડલેન્ડ્સમાં બાંગ્લાદેશી સમુદાયની સેવાઓ માટે (બર્મિંગહામ)
બલવિંદર કૌર ધનોઆ – ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને સ્થાપક, પ્રોગ્રેસ કેર ગ્રુપ, વેસ્ટ મિડલેન્ડ્સ. SEND સાથેના બાળકો અને તેમના પરિવારોને સેવાઓ માટે (સોલિહલ, વેસ્ટ મિડલેન્ડ્સ)
ભારતી દ્વારમપુડી – એડવાન્સ્ડ કસ્ટમર સપોર્ટ સિનિયર લીડર, ડિપાર્ટમેન્ટ ફોર વર્ક એન્ડ પેન્શન. જાહેર સેવા માટે (પ્રેસ્ટન, લેન્કેશાયર)
અર્ચના રાવ દન્નામાનેની – કસ્ટમર કમ્પલાયન્સ ગૃપ, એચ.એમ. રેવન્યુ એન્ડ કસ્ટમ્સ, ટેક્સ કમ્પલાયન્સ સેવાઓ માટે (ટેડકાસ્ટર, નોર્થ યોર્કશાયર)
પુનીત દ્વિવેદી – સ્કોટલેન્ડમાં સમુદાયની સેવાઓ માટે (એડિનબરા શહેર)
ડૉ. શોભના ગુલાટી, ડીએલ – એક્ટર, લેખક અને ડાન્સર. સાંસ્કૃતિક ઉદ્યોગોને સેવાઓ માટે (ઓલ્ડહામ, ગ્રેટર માન્ચેસ્ટર)
સૈયદ નાસિર જાફરી – ગ્લાસગોમાં એકીકરણની સેવાઓ માટે (ગ્લાસગો)
ડૉ. સમીના ખાન – ડિરેક્ટર, અંડરગ્રેજ્યુએટ એડમિશન એન્ડ આઉટરીચ, ઓક્સફર્ડ યુનિવર્સિટી. ઉચ્ચ શિક્ષણની સેવાઓ માટે (ગેરાર્ડ્સ ક્રોસ, બકિંગહામશાયર)
રાકેશ કુમાર – ક્લિનિકલ સ્પેશિયાલિસ્ટ ફિઝિયોથેરાપિસ્ટ, યસ્બીટી ગ્વિનેડ ખાતે હર્જેસ્ટ યુનિટ. અશ્વેત, એશિયન અને લઘુમતી વંશીય સમુદાયોની સેવાઓ માટે (બેંગોર, ગ્વિનેડ)
તારિક મહમૂદ – સ્થાપક, ફીડ ધ નીડી અને વાઇસ-ચેર, હેવિંગ ઇન્ટર ફેઇથ ફોરમ. ચેરિટી અને ઇન્ટરફેઇથ રિલેશન્સની સેવાઓ માટે (લંડન)
લખબીર સિંહ માન – સ્થાપક, ગેશિયન્સ. ચેરિટી, એકીકરણ અને LGBTQ+ સમુદાયોની સેવાઓ માટે (લંડન)
શિરાઝ માસ્ટર – ફાઉન્ડર અને મેનેજિંગ ડિરેક્ટર, સિમ્પલી ડોનટ્સ. ખાણી-પીણીના પ્રચાર, બિઝનેસ અને પરોપકારની સેવાઓ માટે. (બ્લેકબર્ન, લેન્કેશાયર)
નેવિતા પંડ્યા – હેડટીચર, ટાઉનલી ગ્રામર સ્કૂલ, બેક્સલીહીથ, લંડન બરો ઓફ બેક્સલી. શિક્ષણની સેવાઓ માટે (લંડન)
પ્રદિપ પટેલ – લેટલી ચેર, ફ્રિમલી હેલ્થ NHS ફાઉન્ડેશન ટ્રસ્ટ. NHS ની સેવાઓ માટે (લંડન)
હસન ક્રિસ્ટોફર પિલ્લાઇ, સ્વયંસેવક. ભંડોળ ઊભુ કરવાની સેવાઓ અને કેન્સર સપોર્ટ માટે (એવન, વિલ્ટશાયર પર બ્રેડફોર્ડ)
ડૉ. ઈમરાન રફી – જનરલ પ્રેક્ટિશનર અને પ્રાઇમરી કેર એન્ડ જીનોમિક્સ, સેન્ટ જ્યોર્જ, યુનિવર્સિટી ઓફ લંડનમાં રીડર. જનરલ પ્રેક્ટિસ અને જીનોમિક્સની સેવાઓ માટે (લંડન)
મારિયા સરકાર – સહ-સ્થાપક ડ્રાઇવવર્ક્સ અને વાઇસ પ્રેસિડેન્ટ. ઉત્પાદનવી સેવાઓ માટે
(વોરિંગ્ટન, ચેશાયર)
ડૉ. અમર શાહ – ચીફ ક્વોલિટી ઓફિસર, ઈસ્ટ લંડન ફાઉન્ડેશન ટ્રસ્ટ અને નેશનલ ક્લિનિકલ ડિરેક્ટર ફોર ઈમ્પ્રૂવમેન્ટ, NHS ઈંગ્લેન્ડ. હેલ્થકેર સુધારણા માટેની સેવાઓ માટે (લંડન)
કિરણ જેઠાલાલ શાહ – સ્ટંટમેન અને સ્કેલડબલ. ફિલ્મ ઉદ્યોગની સેવાઓ માટે (લંડન)
તન્વી બકુલકુમાર વ્યાસ – સભ્ય, વિકલાંગ વ્યક્તિઓ પરિવહન સલાહકાર સમિતિ. પરિવહન સેવાઓ માટે (લંડન)
મેડલિસ્ટ ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર (BEM)
શમઝા બટ્ટ – સભ્ય, નેશનલ સીટીઝન સર્વિસ ટ્રસ્ટ યુથ વોઇસ ફોરમ. યુવાનોની સેવાઓ માટે
(બ્રેડફર્ડ, વેસ્ટ યોર્કશાયર)
સેલાથુરાઈ ચંદ્રકુમાર – પોસ્ટમાસ્ટર. નોટિંગ હિલ, રોયલ બરો ઓફ કેન્સિંગ્ટન અને ચેલ્સીમાં સમુદાયની સેવાઓ માટે (લંડન)
બીબી રશીદા ગીડીંગ્સ, હાયર ઓફિસર, HM રેવન્યુ અને કસ્ટમ્સ. જાહેર સેવા માટે (લંડન)
રશેલ કુંડાસામી – કોમ્યુનિટી ડેવલપમેન્ટ મેનેજર, એપ્સમ અને ઇઉલ બરો કાઉન્સિલ. રેફ્યુજી રિસેટલમેન્ટ માટેની સેવાઓ માટે (ઇસ્ટ ગ્રિનસ્ટેડ, વેસ્ટ સસેક્સ)
ડૉ. અમરિક સિંઘ મહલ – એસ્ટ્રાઝેનેકા, સંશોધન માટે આઇટીના વૈશ્વિક વડા. વિજ્ઞાન અને કોવિડ-19 પ્રતિસાદ માટેની સેવાઓ માટે (સ્ટોકપોર્ટ, ગ્રેટર માન્ચેસ્ટર)
જયસુખલાલ શાંતિલાલ મહેતા – ડાયરેક્ટર અને વનજૈન પેનલ કોઓર્ડિનેટર, ઈન્સ્ટીટ્યુટ ઓફ જૈનોલોજી અને વનજૈન યુ.કે. ફેઇથ, ઇન્ટ્રીગ્રેશન અને માનવતાવાદની સેવાઓ માટે (લંડન)
સુપ્રિયા નાગરાજન – સ્થાપક, CEO અને કલાત્મક નિર્દેશક, માનસમિત્ર. સંગીતની સેવાઓ માટે (ડ્યૂઝબરી, વેસ્ટ યોર્કશાયર)
રિઝવાન રહેમાન – ચેર ઓફ ગવર્નર્સ, લેપેજ પ્રાથમિક શાળા અને નર્સરી, બ્રેડફર્ડ, વેસ્ટ યોર્કશાયર. શિક્ષણની સેવાઓ માટે (બ્રેડફર્ડ)
ચંદુલાલ હીરજી રૂઘાણી – અધ્યક્ષ, લોહાણા સોશિયલ ક્લબ. નોર્થ લંડનમાં સમુદાયની સેવાઓ માટે
(લંડન)