FILE PHOTO (REUTERS Photo)

ઇઝરાયેલ સાથે વધતી જતી તંગદિલી વચ્ચે ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામૈનીએ શુક્રવારની નમાઝ પછી લોકોની ભીડને સંબોધન કરતાં મુસ્લિમ દેશોને એકજૂથ થઈને દુશ્મન સામે લડાઈ કરવાની હાકલ કરી હતી. તેમણે મધ્યપૂર્વમાં ઇરાન સમર્થિત સશસ્ત્ર જૂથો પીછેહટ કરશે નહીં અને ઇઝરાયેલ લાંબો સમય ટકી શકશે નહીં તેવી પણ જાહેરાત કરી હતી. તેમને ઇઝરાયેલ પર હમાસ, હિઝબુલ્લાહ અને હુથી સહિતના આતંકી સંગઠનોના હુમલાને ન્યાયી ઠેરવીને જણાવ્યું હતું કે અમારા સશસ્ત્ર દળોએ જે કર્યું છે તે યહુદી દેશના ગુનાઓ માટેની ઓછામાં ઓછી સજા છે.
લગભગ પાંચ વર્ષમાં તેમના શુક્રવારના પ્રથમ ભાષણમાં ઇમામ ખામૈની ગ્રાન્ડ મોસલ્લા મસ્જિદમાં જંગી ભીડને સંબોધિત કરતાં ખામૈની જણાવ્યું હતું કે આ પ્રદેશમાં શહીદીઓથી પ્રતિકાર દળો પીછેહઠ કરશે નહીં અને વિજયી બનશે.

ઇઝરાયેલ ક્યારેય હમાસ અને હિઝબુલ્લાહને હરાવી શકશે નહીં.આ ‘પ્રતિકારની દળો’માં લેબનોનના હિઝબુલ્લાહ અને પેલેસ્ટાઇનમાં હમાસ સહિત ઈરાન-પ્રેરિત આતંકવાદી જૂથોનો સમાવેશ થાય છે.

તેમણે દાવો કર્યો હતો કે તહેરાન સમર્થિત આતંકવાદીઓ ઇઝરાયેલ સામે તાર્કિક અને કાયદેસર કાર્યવાહી કરી રહ્યાં છે અને કોઈને તેમની ટીકા કરવાનો અધિકાર નથી. ઇઝરાયેલ પરના મંગળવારના ઇરાનના હુમલા આંતરરાષ્ટ્રીય કાયદા, ઇરાની કાયદા અને ઇસ્લામિક માન્યતા આધારિત છે.

તેમણે અફઘાનિસ્તાનથી યમન તથા ઈરાનથી ગાઝા અને યમન સુધીના રાષ્ટ્રોને દુશ્મનો સામે કાર્યવાહી કરવા માટે તૈયાર રહેવા અનુરોધ કર્યો હતો. ઈરાની નેતાએ આક્ષેપ કર્યો હતો કે ઇઝરાયેલ એક દુષ્ટ રાષ્ટ્ર છે. તે એકમાત્ર અમેરિકાના સમર્થનને કારણે ઊભું છે અને તે લાંબો સમય સુધી ટકી શકશે નહીં.

LEAVE A REPLY