પ્રતિક તસવીર

લંડનમાં ભારતીય હાઈ કમિશનની બહાર પ્રજાસત્તાક દિવસની ઉજવણી દરમિયાન ખાલિસ્તાન સમર્થકો દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનનો ભારતીય ડાયસ્પોરા દ્વારા જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો અને બંને જૂથો વચ્ચેના શાબ્દિક ઝઘડા તથા નારાબાજીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

ANI દ્વારા બહાર પાડવામાં આવેલા વીડિયોમાં ખાલિસ્તાની પ્રદર્શનકારીઓ ભારત સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન, સૂત્રોચ્ચાર અને અલગ શીખ રાજ્યની રચના માટે હાકલ કરતા બેનરો સાથે દેખાયા હતા. આ દરમિયાન, ઘણા ભારતીય સમર્થકો પણ પ્રતિ-વિરોધ માટે એકઠા થઇ ગયા હતા અને ભારતીય ત્રિરંગો લહેરાવી ભારત માતા કી જય અને વંદે માતરમ જેવા દેશભક્તિના નારા લગાવ્યા હતા. ભારતીયોના જૂથે ‘’ગલી ગલી મેં કોન હૈ, ખાલિસ્તાની ચોર હૈ’ના નારા લગાવ્યા હતા.

કેટલાક ભારતીયોએ ANI ને જણાવ્યું હતું કે ખાલિસ્તાની પ્રદર્શનકારીઓ ભારતીય રાષ્ટ્રીય ધ્વજનું અપમાન કરી રહ્યા હતા. હિંસા ટાળવા માટે નોંધપાત્ર પોલીસ હાજરી દ્વારા બંને જૂથોને અલગ કરવામાં આવ્યા હતા.

LEAVE A REPLY