
વકફ બિલમાં સૌથી મોટો સુધારો કલમ 40ની નાબૂદી છે. આ કલમ હેઠળ વકફ બોર્ડ કોઈપણ જમીનને રાતોરાત વકફ મિલકત જાહેર કરી શકે છે. વક્ફ બોર્ડના આવા નિર્ણયને વકફ ટ્રિબ્યુનલમાં પડકારી શકાય છે અને ટ્રિબ્યુલનો આદેશ અંતિમ હોય છે. તેને દેશની કોઇપણ કોર્ટમાં પડકારી શકાતો નથી.
લઘુમતી બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ વકફ કાયદાની આ કલમને કાળો કાયદો ગણાવીને જણાવ્યું હતું કે અમે તે જોગવાઈ દૂર કરી છે. કલમ ૪૦નો ઉપયોગ કેટલાક લોકો પોતાના સ્વાર્થ માટે કરી રહ્યાં હતાં. તેનાથી વકફ મિલકતમાં લાખોનો વધારો થયો છે. ભારતમાં વકફ બોર્ડ ૮.૭૨ લાખ મિલકતો પર અંકુશ ધરાવે છે. સરકારે રજૂ કરેલા બિલ મુજબ ટ્રિબ્યુનલના આદેશને 90 દેશમાં હાઇકોર્ટમાં પડકારી શકાશે.
આ ઉપરાંત તેમાં બિલમાં કેન્દ્રીય વકફ કાઉન્સિલ અને વકફ બોર્ડમાં બિન-મુસ્લિમ સભ્યોનો સમાવેશ કરવાની દરખાસ્ત છે અને સરકારને વિવાદિત વકફ મિલકતોની માલિકી નક્કી કરવાનો હક મળશે. વિપક્ષ અને ઇસ્લામિક જૂથો આ બિલને મુસ્લિમોની માલિકીની સંપત્તિ હડપ કરવાની સરકારની ચાલ માને છે. બિલની જોગવાઈ મુજ વકફ બોર્ડ કોઇ પણ મિલકત પર દાવો કરી શકશે નહીં, મિલકતની માલિકીની નક્કી કરવાની સત્તા કલેક્ટરને મળશે.
