(ANI Photo/SansadTV)

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે બુધવારે સંસદમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે સંભવિત પૂર અને ભૂસ્ખલન અંગે કેરળ સરકારને અગાઉથી ચેતવણી આપી હતી, પરંતુ રાજ્ય સરકારે આ ચેતવણીઓની અવગણના કરી હતી. જોકે રાજ્યના મુખ્યપ્રધાન પિનરાઈ વિજયન અમિત શાહની આ ટિપ્પણીઓને પાયાવિનાની ગણાવી ફગાવી દીધી હતી. અમિત શાહે જણાવ્યું હતું કે હું સ્પષ્ટ કરવા માંગુ છું કે આ દુર્ઘટનાના સાત દિવસ પહેલા 23 જુલાઈએ કેરળ સરકારને કેન્દ્ર સરકારે પ્રારંભિક વોર્નિંગ આપી હતી. આ પછી ફરીથી 24 જુલાઈ અને 25 જુલાઈએ વોર્નિંગ આપી હતી. 26 જુલાઈએ જાણ કરાઈ હતી કે 20 સેન્ટિમીટરથી વધુનો ભારે વરસાદ પડશે અને ભૂસ્ખલનની સંભાવના છે.

LEAVE A REPLY