(ANI Photo)
અમિતાભ બચ્ચન સંચાલિત લોકપ્રિય ક્વીઝ શો-‘કૌન બનેગા કરોડપતિ’ની 16મી સીઝનો પ્રારંભ 12મી ઓગસ્ટથી થઇ રહ્યો છે. આ શોની 15મી સીઝન’નો અંત થયો હતો ત્યારે અમિતાભ બચ્ચને જે રીતે શોને અલવિદા કહ્યું હતું એના પરથી એવું માનવામાં આવ્યું હતું કે તેઓ આ શોનું ફરીથી સંચાલન નહીં કરે.
જોકે તેઓ નવી સીઝન લઈને આવી રહ્યા છે. તેમ જ આ સીઝનની ટેગલાઇન છે ‘ઝિંદગી હૈ, હર મોડ પર સવાલ પૂછેગી, જવાબ તો દેના હોગા.’ આ શો ખૂબ જ પ્રચલિત છે. આ શોની છેલ્લી સીઝનમાં જે નિયમો હતા એ જ નિયમો આ સીઝનમાં પણ જોવા મળશે. તેમાં ફેરફાર થાય તેવા સંજોગો ખૂબ જ ઓછા છે. જોકે, શોમાં શું નવું છે તે તો શો શરૂ થયા પછી જ ખબર પડશે.

LEAVE A REPLY