પ્રતિકાત્મક તસવીર (istockphoto)

જાણીતી ટીવી સીરિયલ ‘પુષ્પા ઇમ્પોસિબલ’માં મુખ્ય ભૂમિકા ભજવનાર અભિનેત્રી કરૂણાં પાંડે તાજેતરમાં સાઇબર ફ્રોડનો ભોગ બની હતી. ત્રણેક મહિના અગાઉ કરૂણા શૂટિંગ કરી રહી હતી ત્યારે તેને એક ફોન આવ્યો સામે છેડે રહેલી વ્યક્તિએ તેને કહ્યું હતું કે તે મુંબઇ પોલીસમાંથી વાત કરી રહ્યો છે. અને તેના એક બેંક અકાઉન્ટમાં થયેલા ગેરકાયદે ટ્રાન્ઝેકશન બદલ તેને હાઇકોર્ટનું સમન્સ બજાવવા ઇચ્છે છે. કરૂણાએ આ ફોન બાબતે કહ્યું હતું કે સંબંધિત વ્યક્તિ મારો અકાઉન્ટ નંબર પણ જાણતો હતો

તેણે કહ્યું હતું કે થોડીવારમાં ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ મને વીડિયો કોલ કરશે. મને તેની વાત સાંભળીને ચિંતા થઇ આવી હતી. મેં એ અકાઉન્ટ ઘણાં સમયથી ઓપરેટ નહોતું કર્યું અને મને સામે છેડે રહેલી વ્યક્તિની વાત સાચી હોય એમ લાગી કહ્યું હતું.

થોડીવાર પછી મને એક વીડિયો કોલ આવ્યું. સામી વ્યક્તિએ મને પોતાની ઓળખાણ ડીસીપી તરીકે આપી હતી. તેણે મને કહ્યું હતું કે આ ગેરકાયદે ફાઇનાન્સિયલ ટ્રાન્જેકશન વિશે હું કોઇને કાંઇ ન કહું તો સમગ્ર મામલો પોણા ત્રણ લાખ રૂપિયામાં સેટલ થઇ જશે. તે વખતે મને શું થયું હશે કે મને તેની વાત પર શંકા ન ગઇ અને મેં તેને આ રકમ ટ્રાન્સફર કરી દીધાી હતી. મને લાગે છે કે તે વખતે હું હિપ્નોટાઇઝ થઇ ગઇ હતી.

LEAVE A REPLY