(ANI Photo)

પંજાબમાં શિરોમણી અકાલી દળ (અમૃતસર)ના પ્રમુખ અને ભૂતપૂર્વ સાંસદ સિમરનજીત સિંહ માને ગુરુવારે ભાજપ સાંસદ અને અભિનેત્રી કંગના રનૌત પર વાંધાજનક ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે તમે કંગના રનૌતને પૂછી શકો છો કે બળાત્કાર કેવી રીતે થાય છે, જેથી લોકોને સમજાવી શકાય કે બળાત્કાર શું છે. કંગનાને તેનો ઘણો અનુભવ છે.” ખાલિસ્તાની તરફી માનની આ ટીપ્પણીથી મહિલા સંગઠનો અને લોકોમાં આક્રોશ ફેલાયો હતો.

કંગના હિમાચલપ્રદેશના મંડીના સાંસદ છે. તેને તાજેતરમાં આપેલા એક વિવાદાસ્પદ ઇન્ટરવ્યુ પર પત્રકારોએ પ્રતિક્રિયા માગી ત્યારે કર્નાલમાં માને આ વાંધાજનક ટીપ્પણી કરી હતી. આ ઇન્ટરવ્યૂમાં કંગનાએ આક્ષેપ કર્યો હતો કે કૃષિ કાયદા સામે ખેડૂતોના આંદોલન દરમિયાન લાશ લટકતી હતી અને બળાત્કાર થઈ રહ્યાં હતાં.

માનની ટીપ્પણીની કંગનાએ જણાવ્યું હતું કે એવું લાગે છે કે આ દેશ બળાત્કારને તુચ્છ બનાવવાનું ક્યારેય બંધ કરશે નહીં. સ્ત્રીઓ સામે બળાત્કાર અને હિંસા પુરુષપ્રધાન રાષ્ટ્રની માનસિકતામાં એટલી ઊંડી છે કે તેઓ ફિલ્મ નિર્માતાઓ અને રાજકારણીઓની પણ મજાક ઉડાવે છે. જોકે માને થોડા કલાકો પછી ફરી આવી ટીપ્પણી કરી હતી.

માનની ટિપ્પણીની નિંદા કરતાં હરિયાણા રાજ્ય મહિલા પંચના અધ્યક્ષ રેણુ ભાટિયાએ જાવ્યું હતું કે આ પ્રકારનું નિવેદન આપણી પુત્રીઓનું અપમાન છે. પંજાબ રાજ્ય મહિલા પંચના અધ્યક્ષ રાજ લાલી ગિલે ટિપ્પણી કરી હતી કે ખેડૂતોના આંદોલન અંગે કંગનાએ જે કહ્યું હતું તે શરમજનક છે, પરંતુ માનની પ્રતિક્રિયા તેનાથી પણ વધુ શરમજનક છે.

LEAVE A REPLY