સીએનએના તાજેતરના પોલ મુજબ બાઇડન કરતાં કમલા હેરિસ પ્રેસિડન્ટની ચૂંટણીમાં ટ્રમ્પને વધુ સારી ટક્કર આપી શકે છે. SRS દ્વારા કરાયેલા CNN પોલમાં 78 વર્ષીય ટ્રમ્પ  બાઇડન કરતાં છ પોઈન્ટથી આગળ છે. 37 ટકા રજિસ્ટ્રર્ડ મતદાતા ટ્રમ્પને સમર્થન આપે છે, જ્યારે 45 ટકા લોકો હેરિસને સપોર્ટ આપે છે.
લોકપ્રિયતાના મામલે ટ્રમ્પ બાઈડન કરતા છ પોઈન્ટ આગળ છે. અન્ય એક સર્વેમાં 49 ટકા મતદારો ટ્રમ્પની ફેવર કરે છે અને 43 ટકાએ બાઈડનને ટેકો આપ્યો છે. તેની સામે 45 ટકા લોકો હેરિસની તરફેણ કરે છે. તેથી હેરિસને પ્રેસિડન્ટ પદના ઉમેદવાર બનાવવામાં આવશે તો તેઓ ટ્રમ્પને ચોક્કસ ટક્કર આપી શકે છે. રોઈટર્સના પોલ પ્રમાણે ટ્રમ્પને 43 ટકાનું સમર્થન છે, જ્યારે હેરિસને 42 ટકા લોકો સપોર્ટ કરે છે. તેથી હેરિસ માત્ર એક પોઈન્ટ પાછળ છે.
પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે ડેમોક્રેટિક પાર્ટીમાં બળવાના સૂર સંભળાય છે અને લોકો ખુલ્લેઆમ કહે છે કે બાઈનને પ્રેસિડન્ટના ઉમેદવાર બનાવવામાં જોખમ છે, તેની જગ્યાએ કમલા હેરિસને પ્રેસિડન્ટપદની ચૂંટણીમાં ઉતારો. ઓગસ્ટ મહિનામાં પાર્ટીનું કન્વેન્શન મળશે તે અગાઉ બાઈડન તો સત્તાવાર ઉમેદવાર છે. પરંતુ તેમની તબિયત વિશે આવી જ ચિંતા રહેશે તો તેમને પડતા મૂકીને કમલા હેરિસને પસંદ કરવામાં આવે તેવી શક્યતા છે.
ડિબેટ પછીના દિવસોમાં જો બાઈડન પબ્લિકમાં વધુ જુસ્સામાં દેખાયા છે અને પહેલા જેવો થાક પણ નથી દેખાતો. પરંતુ જે નુકસાન થવાનું હતું તે થઈ ગયું છે. બાઈડને તો એવું કહ્યું કે તેમને જેટ લેગ હતો અને ડિબેટના દિવસે બહુ થાકી ગયા હતા. કારણ કે તેઓ ઢગલાબંધ ટાઈમઝોનમાંથી પસાર થયા હતા.
હવે કમલા હેરિસને પ્રેસિડન્ટપદના ઉમેદવાર બનાવવામાં આવે તો એ મોટી ઘટના હશે કારણ કે 2019માં તેઓ પ્રેસિડેન્શિયલ કેમ્પેઈનમાં  નિષ્ફળ ગયા હતા ત્યારે જો બાઈડને તેમને રનિંગ મેટ તરીકે પસંદ કર્યા હતા. તેથી અત્યારે તેઓ સાવચેત છે. મંગળવારે તેમની ઓફિસે એવું સ્ટેટમેન્ટ આપ્યું હતું કે વાઈસ પ્રેસિડન્ટ કમલા હેરિસ પ્રેસિડન્ટ જો બાઈડનની સાથે બીજી ટર્મ કરવા માટે આતુર છે.
 

LEAVE A REPLY