અમેરિકામાં પ્રેસિડેન્ટ પદની ચૂંટણીમાં કમલા હેરિસ ડેમોક્રેટિકના ઉમેદવાર જાહેર થયા પછી ફક્ત એક જ મહિનામાં તેમણે અંદાજે 500 મિલિયન ડોલરનું ભંડોળ એકત્ર કર્યું છે, તે એવું અભૂતપૂર્વ દાન એકત્રીકરણ છે, જે ચૂંટણી માટે દાતાઓનો ઉત્સાહ દર્શાવે છે. હેરિસને જ્યારે પાર્ટીના ઉમેદવાર બનવા માટે ઝડપથી સમર્થન મળી રહ્યું હતું ત્યારે તેમના કેમ્પેઇનના પ્રથમ અઠવાડિયામાં જ 200 મિલિયન ડોલર એકત્ર થઇ ગયા હતા. હેરિસની ટીમે જુલાઇમાં 310 મિલિયન ડોલર એકઠા કર્યા હતા, જેનાથી તેમના અને બાઇડેન દ્વારા એકત્ર કરવામાં આવેલી કુલ રકમ એક બિલિયન ડોલર કરતાં વધુ હતી, જે કેમ્પેઇન મુજબ ઇતિહાસમાં સૌથી ઝડપથી ભંડોળ એકત્રીકરણની સૌથી ઝડપી પાર કરનારી રકમ છે. આ દરમિયાન, 20 ઓગસ્ટે રજૂ કરાયેલા ફેડરલ ડિસ્ક્લોઝર મુજબ, હેરિસના મુખ્ય કેમ્પેઇન ફંડરેઝિંગ ગ્રુપે જુલાઈમાં ડોનાલ્ડ ટ્રમ્પના કેમ્પેઇન દ્વારા એકત્ર કરવામાં આવેલા નાણાં કરતાં ચાર ગણુ વધુ દાન એકત્ર કર્યું હતું.

LEAVE A REPLY