REUTERS/Elizabeth Frantz/File Photo

અમેરિકાના ભારતીય અને આફ્રિકન મૂળના વાઇસ પ્રેસિડન્ટ મંગળવારે સત્તાવાર રીતે ડેમોક્રેડિટ નોમિનેશન મેળવ્યું હતું અને તેમને વાઇસ પ્રેસિડન્ટના ઉમેદવાર તરીકે મિનેસોટાના ગવર્નર ટિમ વાલ્ઝને પસંદ કર્યા હતાં.

59 વર્ષીય હેરિસનો મુકાબલો 5 નવેમ્બરે યોજાનારી સામાન્ય ચૂંટણીમાં રિપબ્લિકન ઉમેદવાર અને ભૂતપૂર્વ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સામે થશે. વોશિંગ્ટન પોસ્ટે સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે, મંગળવારે સવારે ફિલાડેલ્ફિયા રેલી પહેલા હેરિસે મિનેસોટાના ગવર્નર ટિમ વાલ્ઝને તેમના રનિંગ મેટ તરીકે પસંદ કર્યા હતાં.વાલ્ઝ 2018માં મિનેસોટાના ગવર્નર બન્યા તે પહેલાં કોંગ્રેસમાં 12 વર્ષ સેવા આપી છે. રાજકારણમાં પ્રવેશતા પહેલા તેઓ એક સાર્વજનિક શાળાના શિક્ષક, ફૂટબોલ કોચ અને નેશનલ ગાર્ડસમેન હતાં.

વાલ્ઝે 2018 મિનેસોટા ગવર્નરની રેસ 11થી વધુ પોઈન્ટ્સથી જીતી હતી પરંતુ કોવિડ રોગચાળા અને મિનેપોલિસમાં પોલીસ અધિકારી દ્વારા જ્યોર્જ ફ્લોયડની હત્યાથી તેમના શાસન વિવાદમાં ઘેરાયું હતું. રિપબ્લિકન્સે તેમની ભારે ટીકા કરી હતી કારણ કે કે વિરોધ હિંસક બન્યા હોવા છતાં નેશનલ ગાર્ડને તૈનાત કરવામાં ધીમા હતાં.પરંતુ ગવર્નરે ફરીથી ચૂંટણી જીતી હતી

 

LEAVE A REPLY