રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને તેમની મંગેતર રાધિકા મર્ચન્ટ તેમના લગ્ન પહેલા 'મામેરુ સમારોહ' દરમિયાન બુધવારે મુંબઈમાં તેમના નિવાસસ્થાન એન્ટિલિયા ખાતે. (ANI Photo)

બે ભવ્ય પ્રી-વેડિંગ સેલિબ્રેશન પછી અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ મુંબઈમાં 12 જુલાઈ 2024ના રોજ લગ્ન કરવા સજ્ન બન્યાં છે. લગ્ન સમારોહમાં પરફોર્મ કરવા ગુરુવાર 4 જુલાઇએ ગાયક જસ્ટિન બીબર મુંબઈ આવી પહોંચ્યો હતો. જસ્ટિન બીબર શુક્રવાર, 5 જુલાઈના રોજ કપલના સંગીતમાં પરફોર્મ કરશે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનો સંગીત સમારોહ જસ્ટિન બીબર ઉપરાંત બાદશાહ અને કરણ ઔજલા પણ પરફોર્મ કરે તેવી શક્યતા છે

મુંબઈમાં મુકેશ અંબાણીના નિવાસસ્થાન એન્ટિલિયા ખાતે ભવ્ય મામેરુ વિધિ સાથે લગ્ન પૂર્વેની ભવ્ય ઉજવણીની શરૂઆત થઈ હતી. આ ગુજરાતી લગ્નપરંપરામાં વરરાજાનાં મામા વર અને કન્યાને આશીર્વાદ તથા ઘરેણાં, સાડી અને અન્ય વસ્તુઓની ભેટ આપે છે. રાધિકા મર્ચન્ટ-અનંત અંબાણીના આ સમારોહના વિઝ્યુઅલ ઓનલાઈન વાયરલ થયા હતાં. લગ્નની ઉજવણીની સત્તાવાર શરૂઆત સાથે એન્ટિલિયાને સુંદર રીતે શણગારવામાં આવ્યું હતું

એન્ટિલિયા ખાતે લગ્ન સમારંભની સત્તાવાર શરૂઆત પહેલાં અંબાણી પરિવારે મહારાષ્ટ્રના પાલગુઆર વિસ્તારના 50થી વધુ વંચિત યુગલો માટે સમુહવિવાહનું આયોજન કર્યું હતું. સમુહ લગ્ન સમારોહ રિલાયન્સ કોર્પોરેટ પાર્ક ખાતે યોજાયો હતો અને તેમાં દંપતીના પરિવારના સભ્યો, સામાજિક કાર્યકરો વગેરે સહિત 800 લોકો જોડાયા હતા. સમૂહ લગ્ન સમારોહમાં મુકેશ અંબાણી પત્ની નીતા અંબાણી અને પરિવારના અન્ય સભ્યો જોડાયા હતા. પુત્ર આકાશ અંબાણી પત્ની શ્લોકા મહેતા, પુત્રી ઈશા અંબાણી પતિ આનંદ પીરામલ પણ હાજર રહ્યાં હતા.

એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણી 12 જુલાઈના રોજ રાધિકા મર્ચન્ટ સાથે મુંબઈમાં મુકેશ અંબાણીના જિયો વર્લ્ડ સેન્ટરમાં થશે. લગ્ન સમારોહનું આયોજન પરંપરાગત હિન્દુ વૈદિક વિધિ મુજબ કરવામાં આવશે. આ કપલના લગ્નનું રિસેપ્શન 14 જુલાઈના રોજ યોજાશે.

LEAVE A REPLY