વોશિંગ્ટનના ડેમોક્રેટિક પાર્ટીના રીપ્રેઝન્ટેટિવ અને ઇમિગ્રેશન ઇન્ટિગ્રિટી, સિક્યુરિટી અને એન્ફોર્સમેન્ટ સબકમિટીનાં રેન્કિંગ સભ્ય પ્રમિલા જયપાલ, કોંગ્રેસના 16 દ્વિ પક્ષીય સભ્યો સાથે એક પહેલનું નેતૃત્વ કરી રહ્યાં છે, જે ડીપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી (DHS) અને યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીઝ (USCIS) ઇમિગ્રેશન સીસ્ટમમાં સુધારો કરવાના હેતુથી પ્રસ્તાવિત નિયમને આધુનિક બનાવશે. DHSના સેક્રેટરી એલેજાન્ડ્રો મેયોરકાસ અને USCISના ડાયરેક્ટર ઉર જદ્દૌને લખેલા પત્રમાં, સાંસદો (લોમેકર્સ)એ આ મુદ્દાને ઉકેલવામાં કોંગ્રેસની લાંબા સમયની નિષ્ફળતાની ટીકા કરીને, ઇમિગ્રેશન સુધારણાની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આ સભ્યોએ પત્રમાં જણાવ્યું હતું કે, “વર્તમાન ઇમિગ્રેશન સીસ્ટમ તૂટી ગઈ છે અને કડક સુધારા કરવાની જરૂર છે. ડીપાર્ટમેન્ટ પાસે વર્તમાન કાયદા અંતર્ગત ઇમિગ્રેશન સીસ્ટમમાં સુધારો કરવાની ક્ષમતા છે જેથી તે અમેરિકન પરિવારો અને અર્થતંત્રને વધુ સારી રીતે સર્વીસ આપી શકે છે. છેલ્લા ઘણા વર્ષોમાં, ડીપાર્ટમેન્ટે ઇમિગ્રેશન સીસ્ટમને સુધારવા માટે મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે, પરંતુ તેમાં વધુ પગલાં લઇ શકાય છે અને તે લેવાવા જોઈએ.”
પ્રસ્તાવિત નિયમ, પ્રક્રિયાના સમયને ઘટાડવા અને તાત્કાલિક ઉપલબ્ધ વિઝાના ઉપયોગને પ્રોત્સાહન આપવા સહિતના અનેક મુખ્ય મુદ્દાઓના નિવારણ માટે અમેરિકન ઇમિગ્રેશન સીસ્ટમને આધુનિક અને સુવ્યવસ્થિત કરવા ઇચ્છે છે. દરખાસ્ત હેઠળના નોંધપાત્ર ફેરફારોમાં ઘણા મુદ્દાનો સમાવેશ થાય છે.
જયાપાલ અને તેમના સાથીઓ ભારપૂર્વક જણાવે છે કે, આ પ્રસ્તાવિત નિયમ એક મહત્વપૂર્ણ પગલું છે, તે ઇમિગ્રેશન સીસ્ટમમાં રહેલા પડકારોના સમાધાન અને અમેરિકન પરિવારો અને અર્થતંત્ર બંનેને વધુ સારી રીતે મદદરૂપ થવા માટે જરૂરી ઉપાય છે.

LEAVE A REPLY