બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન અને રેખાનો પ્રેમ સંબંધ તો જગજાહેર છે. એ સમયે અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનના લગ્ન થઈ ગયા હતા. પરંતુ ફિલ્મોના સેટ પર રેખા સાથેની મુલાકાતો ક્યારે પ્રેમમાં પરિણમી એની જાણ ન તો રેખાને થઈ કે ન તો અમિતાભને. પરંતુ તાજેતરમાં જ લેખક-પત્રકાર હનીફ ઝવેરીએ તે બંનેના સંબંધો વિશે એક ચોંકાવનારો ખુલાસો કર્યો હતો.
એક ઇન્ટરવ્યૂમાં હનીફ ઝવેરીએ જણાવ્યું હતું કે, કઈ રીતે જયા બચ્ચને રેખા માટે એક લંચનું આયોજન કરીને કરીને અમિતાભ બચ્ચન અને રેખાના સંબંધો પર પૂર્ણવિરામ મૂકી દીધું હતું. હનીફ ઝવેરીએ જણાવ્યું હતું કે રેખા અને અમિતાભ બચ્ચનનો સંબંધ ફિલ્મ દો અનજાનેના સેટ પર વધારે ગાઢ બન્યો હતો. તે બંને ગળાડૂબ પ્રેમમાં હતા. પરંતુ ત્યારે જ 1982માં ફિલ્મ કૂલીના શૂટિંગ વખતે અમિતાભને અકસ્માત થયો અને એ સમયે જયા બચ્ચન સતત તેમની સાથે રહ્યા હતા.
જયા બચ્ચનનો આ પ્રેમ જોઇને અમિતાભ તેમની તરફ વળી ગયા અને તેમણે પોતાની જાતને બદલવાનું શરૂ કરી દીધું. અમિતાભને પોતાની તરફ વાળવા માટે જયા બચ્ચને રેખા માટે પોતાના ઘરે એક ભવ્ય લંચનું આયોજન કર્યું હતું. ત્યાં તેમણે સારી સારી વાતો કરી હતી. જ્યારે જવાનો સમય આવ્યો ત્યારે રેખાને જયા બચ્ચને એટલું જ કહ્યું કે અમિતાભ મારા છે અને તેઓ મારા જ રહેશે. આ વાત સાંભળીને રેખા પણ પોતાના ભવિષ્ય અંગે બરાબર સમજી ગયા હતા. આ રીતે જયા બચ્ચનને પોતાની સમજણથી રેખા-અમિતાભના સંબંધ પર કાયમી પૂર્ણ વિરામ મુકી દીધું અને પોતાનો સંસાર બચાવી લીધો હતો.
