કેન્ટમાં પાંચ ઓફિસ ધરાવતી હેટન વ્યાટ સોલિસિટર્સ ફર્મમાં કામ કરતી જુનિયર મહિલા સાથીદારો સાથે સેક્સ્યુલ સંબંધો બાંધવા, ગેરવર્તણૂક અને સત્તાના દુરુપયોગ બદલ ભારતીય મૂળના 50 વર્ષીય વકીલ જસવિંદર સિંઘ ગિલને બે વર્ષ માટે સોલિસિટર તરીકે પ્રેક્ટિસ કરવા માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે અને ખર્ચ પેટે £85,501.10 ચૂકવવાનો આદેશ આપ્યો હતો.
સોલિસિટર્સ રેગ્યુલેશન ઓથોરિટી (SRA)ની સોલિસિટર ડિસિપ્લિનરી ટ્રિબ્યુનલને જણાવાયું હતું કે ગિલ અસંખ્ય અનામી મહિલા સાથીદારો સાથે અયોગ્ય વર્તન કરે છે અને 2015 અને 2020 વચ્ચે સહમતિથી જાતીય સંબંધો બાંધ્યા હતા. તેમનું વર્તન અયોગ્ય હતું અને સત્તાનો ઉપયોગ કરીને જુનિયર મહિલા કર્મચારીઓ સાથે સંબંધો બાંધ્યા હતા. ગિલ એક અનુભવી અને સન્માનિત વકીલ છે જેમણે એક સમૃદ્ધ બિઝનેસ બનાવ્યો હતો, પરંતુ તેણે પોતાના જુનિયર સ્ટાફ પ્રત્યે “ખોટું અને અયોગ્ય” વર્તન કર્યું હતું.
જસવિન્દર ગિલ લો ફર્મના વરિષ્ઠ ભાગીદાર છે અને તેની ઓફિસ ડેસ્ક પર જુનિયર વકીલ સાથે બે વાર સેક્સ માણ્યું હોવાનો આરોપ છે. જસવિન્દર ગિલ કેન્ટમાં પાંચ ઓફિસ ધરાવતી હેટન વ્યાટ સોલિસિટર્સ ફર્મમાં જોડાયા પછી તરત જ મહિલાઓ સાથે ફ્લર્ટ કરવાનું શરૂ કર્યું હતું.
કંપનીએ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. ગ્રેવસેન્ડની સાથે સાથે, હેટન વ્યાટની મેઇડસ્ટોન, ટોનબ્રિજ, ચથમ અને ટેન્ટર્ડનમાં ઓફિસો આવેલી છે.