ભારતીય વારસાના ગ્લાસગોમાં જન્મેલા અને સ્કોટલેન્ડના શીખ સમુદાયમાં ઉછરેલા કલાકાર જસલીન કૌરને મંગળવારે રાત્રે લંડનમાં ટેટ બ્રિટન ખાતે યોજાયેલા એક સમારોહમાં તેના સોલો પ્રદર્શન ‘ઓલ્ટર અલ્ટાર’ માટે £25,000નું બ્રિટનનું પ્રતિષ્ઠિત ટર્નર પ્રાઇઝ 2024 એનાયત કરાયું છે.
તેમના આ પ્રદર્શનમાં એકત્ર કરાયેલી અને પુનઃનિર્મિત કરાયેલા શિલ્પોનો સમાવેશ થાય છે, જેમાંથી પ્રત્યેક કૃતી ઇમર્સિવ દ્વારા એનિમેટેડ છે અને ધ્વનિ અને સંગીતની રચના કલાકારની પોતાની પ્રસ્તુતિઓ રજૂ કરે છે.
ટર્નર પ્રાઈઝ જ્યુરીએ જણાવ્યું હતું કે તેમણે “સમુદાય અને સાંસ્કૃતિક વારસા”ને બોલાવવા માટે કૌરને રોજિંદી બાબતો પરના તેના પ્રતિબિંબ માટે પસંદ કર્યા હતા. જ્યુરીએ તેના પ્રદર્શન ‘ઓલ્ટર અલ્ટાર’માં વ્યક્તિગત, રાજકીય અને આધ્યાત્મિકને એકસાથે વણી લઇ દ્રશ્ય અને શ્રાવ્ય અનુભવને કોરિયોગ્રાફ કરીને જે રીતે વિચાર્યું હતું તેની નોંધ લીધી હતી.
સન્માન જીતવા પર કૌરે કહ્યું હતું કે “મને આજે સ્થાનિક શીખ સમુદાયના લોકો તરફથી ઘણા સંદેશા મળ્યા છે અને હું તે બધાનું પ્રતિનિધિત્વ કરવા માટે તૈયાર છું.”
અન્ય ત્રણ શોર્ટલિસ્ટેડ કલાકારોને પ્રત્યેકને £10,000 મળ્યા હતા. થેમ્સ નદીના કાંઠે ટેટ બ્રિટન મ્યુઝિયમમાં તેણીનું પ્રદર્શન ફેબ્રુઆરી 2025ના મધ્ય સુધી પ્રદર્શિત કરવામાં આવશે.
આ વર્ષે શોર્ટલિસ્ટ કરાયેલા અન્ય કલાકારોમાં ફિલિપિનો હેરિટેજના પિયો અબાદ, બ્લેક બ્રિટિશ આર્ટ્સ મૂવમેન્ટના સ્થાપક-સદસ્ય ક્લાઉડેટ જોન્સન અને રોમાની હેરિટેજના ડેલેન લે બાસનો સમાવેશ થાય છે.