પ્રતિક તસવીર (Photo by Grégoire CAMPIONE / AFP) (Photo by GREGOIRE CAMPIONE/AFP via Getty Images)

20 લાખથી વધુ બાળકોના જીવન બચાવવામાં મદદ કરનાર પ્રખ્યાત ઓસ્ટ્રેલિયન રક્તદાતા ૮૮ વર્ષના જેમ્સ હેરિસનનું ૮૮ વર્ષની વયે ન્યૂ સાઉથ વેલ્સના એક નર્સિંગ હોમમાં ઊંઘમાં અવસાન થયું છે.

સોયના ડર લાગતો હોવા છતાં સિડનીના ભૂતપૂર્વ રેલ્વે મેનેજર હેરિસને તેમના જીવનકાળ દરમિયાન બાળકોને સંભવિત જીવલેણ સ્થિતિથી બચાવવા માટે 1,173 રક્તદાન કર્યું હતું.

જેમ્સ હેરિસનના લોહીમાં એન્ટિ-ડી તરીકે ઓળખાતી દુર્લભ એન્ટિબોડી હતી જેનો ઉપયોગ ગર્ભવતી માતાઓને આપવામાં આવતી સારવાર માટે થતો હતો. સંભવિત જીવલેણ સ્થિતિને રીસસ રોગ અથવા ગર્ભ અને નવજાત શિશુના હેમોલિટીક રોગ (HDFN) તરીકે ઓળખવામાં આવે છે. તેમના એન્ટિ-ડીના ડોઝથી અંદાજે 2.4 મિલિયન બાળકોને સુરક્ષિત રાખવામાં આવ્યા હતા જે ગર્ભપાત, મૃત જન્મ, મગજને નુકસાન અથવા નવજાત શિશુમાં જીવલેણ એનિમિયાનું કારણ બની શકે છે.

આ બીમારી લગભગ છ માતાઓમાંથી એક માતાને હોય છે જે ઓસ્ટ્રેલિયામાં દર વર્ષે લગભગ 40,000 બાળકોને જોખમમાં મૂકે છે.

LEAVE A REPLY