પાકિસ્તાનનમાં 15-16 ઓક્ટોબરે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની સમિટ દરમિયાન પાકિસ્તાનની વિદેશ પ્રધાન પ્રધાન મુહમ્મદ ઈશાક ડાર સાથે કોઈપણ દ્વિપક્ષીય વાટાઘાટો કરવાનો ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે સ્પષ્ટ ઇનકાર કર્યો હતો.
જયશંકરે જણાવ્યું હતું કે ભારત-પાકિસ્તાનના વચ્ચેના હાલના સંબંધોને કારણે મીડિયામાં ઘણી અટકળો થઈ રહી છે. પરંતુ હું કહેવા માંગુ છું કે તે એક બહુપક્ષીય સમીટ છે. હું ત્યાં ભારત-પાકિસ્તાન સંબંધો પર ચર્ચા કરવા જઈ રહ્યો નથી, હું ત્યાં SCOનો સારો સભ્ય બનવા જઈ રહ્યો છું,”
આ સમીટમાં ભારત તરફથી વિદેશ પ્રધાન એસ જયશંકર ભાગ લઈ રહ્યાં છે. પાકિસ્તાનની મુલાકાત લેનારા છેલ્લા ભારતીય વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ હતાં. તેમણે ડિસેમ્બર 2015માં ઈસ્લામાબાદનો પ્રવાસ કર્યો હતો. ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ સ્પષ્ટતા કરી કે વિદેશ પ્રધાન માત્ર SCO સમિટમાં ભાગ લેવા માટે જ પાકિસ્તાન જઈ રહ્યા છે અને તેના કોઇ બીજા કોઇ કાઢવા જોઇએ નહીં.
અગાઉ પાકિસ્તાનને આ સમીટ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું હતું. ઈસ્લામાબાદ અને નવી દિલ્હી વચ્ચે લાંબા સમયથી સંબંધો વણસેલા છે અને બંને દેશો વચ્ચે વાતચીતનો પણ કોઇ વ્યવહાર નથી. તેથી ભારતના આ નિર્ણયનું વિશેષ મહત્ત્વ છે. SCO સંગઠનમાં ભારત, ચીન, રશિયા, પાકિસ્તાન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાનનો સમાવેશ થાય છે.