(ANI Photo)

પાકિસ્તાના ઇસ્લામાબાદમાં 15-16 ઓક્ટોબરે યોજાનારી શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ના સરકારના વડાઓની બેઠક ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકર ભાગ લેશે. આની સાથે આ સમીટમાં ભારત તરફથી કોણ હાજર રહેશે તે અંગેની અનિશ્ચિતતાનો અંત આવ્યો હતો.

ભારત વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે “વિદેશ પ્રધાન 15 અને 16 ઓક્ટોબરે ઇસ્લામાબાદમાં યોજાનારી SCO સમિટમાં ભાગ લેવા માટે દેશના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે.”

અગાઉ પાકિસ્તાનને આ સમીટ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું હતું. પાકિસ્તાનના વિદેશ કાર્યાલયના પ્રવક્તા મુમતાઝ ઝહરા બલોચે જણાવ્યું હતું કે 15-16 ઓક્ટોબરના રોજ યોજાનારી બેઠકમાં ભાગ લેવા માટે દેશોના વડાઓને આમંત્રણ મોકલવામાં આવ્યું છે. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે. કેટલાક દેશોએ પહેલાથી જ શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ના સરકારના વડાઓની બેઠકમાં ભાગ લેવાની પુષ્ટિ કરી છે.

ઈસ્લામાબાદ અને નવી દિલ્હી વચ્ચે લાંબા સમયથી સંબંધો વણસેલા છે. જેનું મુખ્ય કારણ કાશ્મીર મુદ્દા તેમજ પાકિસ્તાનનો સીમાપાર આતંકવાદનો આતંકવાદ છે.SCO સંગઠનમાં ભારત, ચીન, રશિયા, પાકિસ્તાન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાનનો સમાવેશ થાય છે, તે એક પ્રભાવશાળી આર્થિક અને સુરક્ષા સંગઠન છે.

 

 

LEAVE A REPLY