IIFA એવોર્ડ્સના આ વર્ષે સિનેમેટિક ઉજવણીના 25 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ ખાસ પ્રસંગે કાર્યક્રમ પણ યોજાશે. આ એવોર્ડ નાઇટમાં બોલીવૂડના તમામ ફિલ્મકારો એક જ સ્થળે ઉપસ્થિત રહેશે. ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડેમી એવોર્ડ્સ (IIFA)ની સિલ્વર જ્યુબિલી બે દિવસ ઉજવાશે. આઈફા એવોર્ડ્સ આ વર્ષે 8-9 માર્ચના રોજ જયપુરમાં યોજાશે. આ વખતે IIFA સૌપ્રથમ IIFA ડિજિટલ એવોર્ડ્સ લોન્ચ કરાશે, જેમાં ડિજિટલ મનોરંજન, ફિલ્મો અને OTTના ઉત્કૃષ્ટ પ્રદર્શનનું સન્માન કરવામાં આવશે. આ એવોર્ડ નાઇટમાં અનેક કાર્યક્રમોથી ભરપૂર રહેશે. આ સમારંભ જયપુર એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાશે. IIFA ડિજિટલ એવોર્ડ્સ 8 માર્ચે અને IIFA ગ્રાન્ડ ફિનાલે 9 માર્ચના રોજ યોજાશે, જેમાં મુખ્ય એવોર્ડ સમારોહ અને લાઇવ પર્ફોર્મન્સનો સમાવેશ થશે.
IIFA ગ્રાન્ડ ફિનાલેના હોસ્ટ તરીકે કરણ જોહર અને કાર્તિક આર્યન ખાસ હાજરી આપશે. અપારશક્તિ ખુરાના પ્રથમ IIFA ડિજિટલ એવોર્ડ્સનું સંચાલન કરશે. ગ્રાન્ડ ફિનાલેમાં શાહરૂખ ખાન, માધુરી દીક્ષિત, શાહિદ કપૂર અને કરીના કપૂર ખાન જેવા કલાકારો સ્ટેજ પરફોર્મન્સ આપ. નોરા ફતેહી IIFA ડિજિટલ એવોર્ડ્સમાં અદ્ભુત પર્ફોર્મન્સ રજૂ કરશે.

LEAVE A REPLY