Mahavir Foundation President Neeraj Sutaraiya presented His Holiness Pope Francis with a Navkar Mantra encased in a golden frame

ઇન્સ્ટીટ્યુટ ઓફ જૈનોલોજી સંસ્થા સાથે જોડાયેલા પ્રતિષ્ઠિત જૈન પ્રતિનિધિમંડળે 24 થી 26 નવેમ્બર 2024 દરમિયાન વેટિકન ખાતે પોપ ફ્રાન્સિસની મુલાકાત લીધી હતી.

આ પ્રતિનિધિમંડળમાં જોડાયેલા IOJ ના મેનેજિંગ ટ્રસ્ટી ડૉ મેહુલ સંઘરાજકા, MBE એ આજના જટિલ વૈશ્વિક લેન્ડસ્કેપમાં અત્યંત સુસંગત વિષય પર “ક્રિશ્ચ્યન્સ એન્ડ જૈન્સ: બિલ્ડીંગ એ બેટર ફ્યુચર” વિષય પર ચર્ચા કરી હતી.

મહાવીર ફાઉન્ડેશનના પ્રમુખ નીરજ સુતરીયાએ પોપ ફ્રાન્સિસને સોનેરી ફ્રેમમાં મઢેલો નવકાર મંત્ર અર્પણ કર્યો હતો. વાઇસ પ્રેસિડેન્ટ મુકેશ કપાશીએ પોપ ફ્રાન્સિસને “નવકાર સાધના” પુસ્તક ભેટમાં આપ્યું હતું.Jain Org Vatican Visit

તા. 25ના રોજ જૈન પ્રતિનિધિમંડળે પોપ ફ્રાન્સિસની મુલાકાત લીધી હતી. આ મિલાપ દરમિયાન પોપ ફ્રાન્સિસે તેમના પ્રેરણાદાયી સંબોધનમાં માનવતા અને પ્રાકૃતિક વિશ્વ માટે સુમેળભર્યું ભવિષ્ય બનાવવા માટે આંતરધર્મ સંવાદના નિર્ણાયક મહત્વ પર ભાર મૂક્યો હતો અને દરેક પ્રતિનિધિને વ્યક્તિગત રીતે મળ્યા હતા.

તા. 26ના રોજ ખ્રિસ્તી અને જૈન સમુદાયના પ્રતિનિધિઓ વચ્ચે સહયોગી પરિષદનું આયોજન કરાયું હતું. જેમાં “સમાવેશ અને વિવિધતા” અને “પૃથ્વી, ગરીબ અને સંવેદનશીલ લોકો માટે કાળજી” જેવા મુખ્ય વિષયો પર ચર્ચા થઇ હતી. આ વિચારપ્રેરક પ્રેઝન્ટેશન અને ચર્ચાઓએ ખ્રિસ્તી અને જૈન ફિલસૂફી વચ્ચે આશ્ચર્યજનક સમાનતાઓ દર્શાવી હતી જેણે પરસ્પર સમજણના બંધનને વધુ મજબૂત બનાવ્યું હતું.

ડિકેસ્ટ્રી ફોર ઇન્ટરલિજિયસ ડાયલોગના પ્રમુખ કાર્ડિનલ મિગુએલ એન્જલ આયુસો ગુઇક્સોટના નિધનના સમાચાર મળતા પ્રતિનિધિમંડળે શાશ્વત શાંતિ માટે પ્રાર્થના કરી હતી.

આ મુલાકાતની સફળતા IOJ ટીમના અથાક પ્રયત્નો અને અતૂટ સમર્પણને કારણે શક્ય બની હતી. આ ઐતિહાસિક મુલાકાત એક ઉજ્જવળ અને વધુ સુમેળભર્યા ભવિષ્ય માટે માર્ગ મોકળો કરીને, આંતરધર્મ સંવાદને પ્રોત્સાહન આપવા અને શાંતિ, સમાવેશ અને પરસ્પર આદરના સાર્વત્રિક મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે મહાવીર ફાઉન્ડેશનની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.

LEAVE A REPLY