યુવા અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિઝ પણ હવે અન્ય કલાકારોની જેમ ડિજિટલ પ્લેટફોર્મ પર પદાર્પણ કરવા જઇ રહી છે. ‘ગ્રેટ ઓફ ઓલ ધ ટાઇમ્સ’ (GAOTS) વેબ સીરિઝમાં તે નીલ નીતિન મુકેશ સાથે જોવા મળશે. આ વેબ સીરિઝ શૂટિંગ પૂર્ણ થવાની તૈયારીમાં છે અને આ સીરિઝ એક મ્યુઝિકલ ડ્રામા છે. આમ આ પ્લેટફોર્મ પર ‘બન્દીશ બેન્ડિટ્સ’ પછી વધુ એક સીરિઝ મ્યુઝિકલ ડ્રામા હશે.
‘GAOTS’ નામની આ સીરિઝમાં જેક્લીન એક ડાન્સ ટીચરની અને નીલ એક મ્યુઝિક ટીચરની ભૂમિકામાં જોવા મળશે. આ ઉપરાંત તેમાં પ્રિયાંક શર્મા, સિદ્ધાર્થ નિગમ, એલિશા મેયર, દેવાંશી સેન, સુમેશ મુદ્ગલકકર, મોહન પાંડે અને સુચિત કુંદ્રા જેવા યુવા કલાકારો પણ અભિનય આપી રહ્યા છે.