ભારતના ગૃહ પ્રધાન અમિત શાહે જણાવ્યું છે કે, જ્યાં સુધી કાશ્મીરમાં સરહદ પારથી ત્રાસવાદ બંધ નહીં થાય ત્યાં સુધી પાકિસ્તાન સાથે મંત્રણા કરાશે નહીં. અમિત શાહે જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીમાં માટે ભાજપનો ઢંઢેરો જાહેર કરતી વખતે પાકિસ્તાન અંગે ટિપ્પણી કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, “કલમ ૩૭૦ ભૂતકાળની વાત છે અને હવે કોઇ તેને પાછું નહીં લાવી શકે. ત્રાસવાદ ચાલુ રહેશે ત્યાં સુધી અમે પાકિસ્તાન સાથે મંત્રણાની તરફેણમાં નથી, પણ અમે કાશ્મીરના યુવાનો સાથે ચોક્કસ સંવાદ કરીશું.” નેશનલ કોન્ફરન્સ અને પીડીપી દ્વારા પાકિસ્તાન સાથે મંત્રણા અને વેપાર શરૂ કરવાની માંગ અંગે તેમણે જણાવ્યું હતું કે, “ત્રાસવાદ અને ટ્રેડ-ટેરરની ઇકોસિસ્ટમનો ખાતમો ન થાય ત્યાં સુધી અમે મંત્રણા માટે તૈયાર નથી.

 

LEAVE A REPLY