REUTERS/Amr Abdallah Dalsh

ઇઝરાયલે લેબનોનમાં ગુરુવારે આતંકી સંગઠન હિઝબુલ્લાહના ઇન્ટેલિજન્સ હેડક્વાર્ટરને બોંબવર્ષા કરીને ઉડાવી દીધું હતું. હિઝબુલ્લાના ભૂતપૂર્વ વડા હસન નસરાલ્લાહના અનુગામી ગણાતા હાશેમ સફીદ્દીનને નિશાન બનાવીને આ હુમલા કરાયા હતો. જોકે સફીદ્દીનનું ભાવિ સ્પષ્ટ નહોતું.

છેલ્લા 24 કલાકમાં ઇઝરાયેલના હવાઇ હુમલામાં ઓછામાં આછા 46ના મોત થયા હતા અને બીજા 85 ઘાયલ થયાં હતાં. ઇઝરાયેલના હવાઇદળે પ્રથમ વખત ગુરુવારે લેબનોનની રાજધાની બૈરુતના એક એપોર્ટમેન્ટ પર હુમલો કર્યો હતો અને તેમાં નવ લોકોના મોત થયા હતાં. બીજી તરફ દક્ષિણ લેબનોનમાં હિઝબુલ્લાહના લડાકુ સામેની લડાઈ ચાલુ કરી હતી.

ઇઝરાયેલે બૈરુતના દક્ષિણી ઉપનગરમાં આવેલી હિઝબુલ્લાહની મીડિયા ઓફિસની ઇમારત પર હવાઇ હુમલો કર્યો હતો. તેમાં હિઝબુલ્લાની મીડિયા રિલેશન ઓફિસનો ખાતમો બોલાવ્યો હતો. આ હુમલા પહેલાં કોઈ ચેતવણી આપવામાં આવી ન હતી. આ એપાર્ટમેન્ટ સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલય, વડાપ્રધાનની ઑફિસ અને સંસદની નજીકની ઇમારત પાસે આવેલી છે. હિઝબુલ્લાહના નાગરિક સંરક્ષણ એકમે જણાવ્યું હતું કે તેના સાત સભ્યો માર્યા ગયા હતાં.

LEAVE A REPLY