અમેરિકામાં ડેમોક્રેટિક પાર્ટીના પ્રમુખપદના સંભવિત ઉમેદવાર કમલા હેરિસ પર વંશિય હુમલા કરતાં રિપબ્લિકન પાર્ટીના પ્રમુખપદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે સવાલ કર્યો કે કે કમલા હેરિસ ભારતીય કે અશ્વેત છે તે મને ખબર પડતી નથી. કમલા હેરિસે ટ્રમ્પની આ ટીપ્પણીને વિભાજનકારી અને અપમાનજક ગણાવી હતી.
અમેરિકામાં પાંચ નવેમ્બરે પ્રેસિડન્ટની ચૂંટણીનો પ્રચાર વેગ પકડી રહ્યો છે ત્યારે ટ્રમ્પે આ વિવાદાસ્પદ ટીપ્પણી કરી હતી. કમલા હેરિસ માત્ર 10 દિવસમાં પ્રમુખપદના મજબૂત ઉમેદવાર તરીકે ઊભરી આવ્યા છે અને ઓપિનિયન પોલ્સ મુજબ ટ્રમ્પની સરસાઈ ઘટાડી દીધી છે.
ટ્રમ્પે દાવો કર્યો હતો કે કમલા હેરિસ અગાઉ માત્ર તેમના એશિયન અમેરિકન વારસાનો ઉલ્લેખ કરતાં હતાં, પરંતુ હવે રાજકીય લાભ માટે પોતાને અશ્વેત વ્યક્તિ ગણાવે છે. ટ્રમ્પે બુધવારે શિકાગોમાં નેશનલ એસોસિએશન ઓફ બ્લેક જર્નાલિસ્ટ્સ સંમેલનમાં જણાવ્યું હતું કે “હું તેમને લાંબા સમયથી સીધી રીતે નહીં, પરંતુ પરોક્ષ રીતે ઓળખું છું અને તેઓ હંમેશા ભારતીય વારસાના હતાં, અને તે માત્ર ભારતીય વારસાને પ્રોત્સાહન આપતા હતાં. હવે તેઓ પોતાને અશ્વેત ગણાવે છે. તેથી મને ખબર પડતી કે કે તેઓ ભારતીય છે કે અશ્વેત છે.
અહી ઉલ્લેખનીય છે કે હેરિસના માતા શ્યામલા ગોપાલન ભારતીય હતાં અને તેમના પિતા ડોનાલ્ડ જેસ્પર હેરિસ જમૈકન છે અને તેઓ બંને યુએસમાં સ્થળાંતરિત થયાં હતાં.
સ્ટેજ પર ટ્રમ્પનો ઈન્ટરવ્યુ લઈ રહેલા એક પત્રકારે ટ્રમ્પે સવાલ કર્યો હતો કે હેરિસ પોતાને હંમેશા અશ્વેત તરીકે ઓળખાવે છે અને તેઓ બ્લેક યુનિવર્સિટીમાં ભણ્યા છે. આ સવાલના જવાબમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે “હું બંનેનો આદર કરું છું, પરંતુ તેઓ દેખીતી રીતે આવુ માનતા નથી, કારણ કે તેઓ બધી રીતે ભારતીય હતાં, અને પછી અચાનક વળાંક લીધો છે અને અશ્વેત બન્યાં છે.
ટ્રમ્પની ટીપ્પણીને સમર્થન આપતા વાઇસ પેસિડન્ટના ઉમેદવાર જે વેન્સે જણાવ્યું હતું કે સામાન્ય વ્યક્તિ પોતાના કપડા બદલે તેમ કમલા હેરિસ પોતાની ઓળખ બદલે છે. તેઓ તે નથી જેનો તેઓ ડોળ કરે છે. તે દરેક મુદ્દા પર વલણ બદલે છે. તેઓ નકલી છે.
ટ્રમ્પ તેમના હરીફો પર વંશિય હુમલા કરવાનો લાંબો રેકોર્ડ ધરાવે છે. અગાઉ તેમણે બરાક ઓબામા વિશે કહ્યું હતું કે તેઓ અમેરિકામાં જન્મ્યા નથી. નિક્કી હેલી વિશે કહ્યું હતું કે નિક્કી હેલીનો જન્મ થયો ત્યારે તેમના માતાપિતા અમેરિકાના નાગરિક ન હતાં